AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ રોહમનનું કિસ્મત ચમક્યું, OTT પર ડેબ્યૂ કરશે

રોહમન શૉલ લાંબા સમયથી મોડલિંગમાં સક્રિય છે, પરંતુ તેમને ઓળખ સુષ્મિતા સેનથી મળી. રોહમન, જે સુષ્મિતાનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ હતો, તે હમણાં જ તેની નવી ઇનિંગ શરૂ કરવાનો છે.

સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ રોહમનનું કિસ્મત ચમક્યું, OTT પર ડેબ્યૂ કરશે
સુષ્મિતા સેનના એક્સ બોયફ્રેન્ડ રોહમનનું કિસ્મત ચમક્યુંImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 1:45 PM
Share

Bollywood News : સુષ્મિતા સેન (Sushmita Sen)ના એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ ટુંક સમયમાં જ ફિલ્મમાં ડેબ્યુ કરનાર છે. અંદાજે એક દશક પહેલા રોહમન શોલ મોડલ તરીકે કામ કરી રહ્યો છે. જોવામાં આવે તો તેનું મોડલિંગ કરિયર શાનદાર ચાલી રહ્યું છે હવે તે એક્ટિંગની દુનિયામાં પગ રાખવા માટે તૈયાર છે. રોહમન શોલ (Rohman Shawl) એક ફિલ્મ કરશે. જેમાં તે એક કાશ્મીર છોકરાના રોલમાં જોવા મળશે. હજુ સુધી ફિલ્મના ટાઈટલનું નામ સામે આવ્યું નથી. એક ઓનલાઈન પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં રોહમને પોતાની નવી ફિલ્મ અને પોતાના કરિયરને લઈ વાત કરી છે.

OTT પર રિલીઝ થઈ શકે છે રોહમનની ફિલ્મ

પોતાની આવનારી ફિલ્મ વિશે વાત કરતા રોહમન કહે છે કે, આ એક શાનદાર સ્ટોરી છે. આ ફિલ્મનો સંબંધ જમ્મુ-કાશ્મીર સાથે છે. હું ફિલ્મમાં કાશ્મીરી છોકરાનું પાત્ર નિભાવી રહ્યો છું. હું કાશ્મીર ખુબ ઓછી વખત ગયો છુ આ માટે મારા માટે મારા પાત્ર માટે ખુબ મુશ્કેલ હતુ. હું આ ફિલ્મ વિશે વધુ જણાવી શકતો નથી. બસ એજ કહી શકુ કે, આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે.

19 વર્ષની ઉંમરમાં પ્રથમ બ્રેક મળ્યો

રોહમને પોતાની પ્રથમ જાહેરાત 19 વર્ષની ઉંમરમાં દેહરાદુનમાં કરી હતી. ત્યારબાદ દિલ્હી આવી રોહમને તેનું કરિયર મોડલ તરીકે શરુ કર્યું, ત્યારબાદ ટુંક સમયમાં જ સબ્યસાચી મુખર્જી અને મનીષ મલ્હોત્રા જેવા ડિઝાઈનર માટે રેમ્પ વોક કર્યું હતુ.

અભિનેતા તરીકે મારે હજુ વધારે શીખવાનું છે

રોહમને કહ્યું કે, મેં એક સ્ક્રિપ્ટ શોધવાની શરુ કરી હતી. જેવી મારી પાસે તક આવી હું તે સ્ક્રિપ્ટ સાથે જોડાઈ ગયો હતો. એક અભિનેતા તરીકે હજુ મારે ધણું બધુ શીખવાનું છે.

પહેલા પણ આપી ચૂક્યો છું ફિલ્મ માટે ઓડિશન

તેના મુંબઈના સ્ટ્રગલના દિવસોને યાદ કરતા રોહમને કહ્યું કે, જ્યારે હું મુંબઈ આવ્યો હતો. ત્યારે એક્ટિંગમાં મને કોઈ જ રસ ન હતો. આ મારા માટે મુશ્કેલ હતુ અને મને લાગ્યું કે હું નહિ કરી શકું. ત્યારબાદ મે એક એક્ટિંગ શાળાની સાથે શરુઆત કરી હતી. મે એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતુ, જેનું નામ હું લઈ શકીશ નહિ.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">