કેવી હતી સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મી સફર? જાણો Kai Po Cheથી લઈને Chhichhore સુધીની કહાણી

|

Sep 28, 2020 | 3:11 PM

 અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ખબર બાગ સિનેમાજગત હચમચી ગયું છે. સિનેમાજગતમાં જે કિરદાર સુશાંત સિંહે નિભાવ્યો છે તેને કોઈ નહીં ભૂલી શકે. પોતાના નાનક઼ડા કરિયરમાં સુશાંત સિંહે એક પછી એક જોરદાર ફિલ્મ આપી છે. સુશાંત સિંહ ધોનીની જીવનકથા પર આધારીત ફિલ્મ લોકપ્રિય થયા […]

કેવી હતી સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મી સફર? જાણો Kai Po Cheથી લઈને Chhichhore સુધીની કહાણી

Follow us on

 અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ખબર બાગ સિનેમાજગત હચમચી ગયું છે. સિનેમાજગતમાં જે કિરદાર સુશાંત સિંહે નિભાવ્યો છે તેને કોઈ નહીં ભૂલી શકે. પોતાના નાનક઼ડા કરિયરમાં સુશાંત સિંહે એક પછી એક જોરદાર ફિલ્મ આપી છે. સુશાંત સિંહ ધોનીની જીવનકથા પર આધારીત ફિલ્મ લોકપ્રિય થયા હતા અને તે ફિલ્મ લોકોને વધારે પસંદ આવી હતી. જાણીએ એ 5 ફિલ્મ વિશે જેમાં સુશાંત સિંહ રાજપૂતે એવો અભિનય કર્યો કે ક્યારેય નહીં ભૂલી શકીએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

1. ફિલ્મ – કાઈ પો છે

ટીવી સિરિયલમાં સુશાંત સિંહે કામ કર્યું હતું. તેઓ પવિત્ર રિશ્તામાંથી લોકચાહના મેળવી સિનેમા જગતમાં આવ્યા હતા. કાઈ પો છે ફિલ્મ વર્ષ 2013માં આવી હતી. ગુજરાતની પરિસ્થિતિને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. સુશાંત સિંહ રાજપૂતે આ ફિલ્મમાં ગુજરાતી વ્યક્તિ તરીકે ઈશાન ભટ્ટનો રોલ કર્યો છે. આ ફિલ્મ માટે સુશાંત સિંહને ફિલ્મફેયર બેસ્ટ ડેબ્યુ નોમિનેટ કરવામાં આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2. ફિલ્મ – શુદ્ઘ દેશી રોમાન્સ


શુદ્ર દેશી રોમાન્સ ફિલ્મ પણ વર્ષ 2013માં જ આવી હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે રઘુરામનો કિરદાર નિભાવ્યો છે. ફિલ્મમાં સાથી કલાકારો તરીકે વાણી કપૂર અને પરિણિતી ચોપરા પણ છે. પડદા પર જે દ્રશ્યો કરવામાં અભિનેતાઓ અચકાતા હોય એ દ્રશ્યો આ ફિલ્મમાં અભિનેતા સુશાંત સિંહે કર્યા છે. સુશાંતના આ પાત્રને લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3. ફિલ્મ – એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી

સુશાંત ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન આધારિત ફિલ્મના લીધે બહુ ચર્ચામાં આવ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને સુશાંતનું કરિયર પાટા પર આવી ગયું હતું. આ ફિલ્મમાં મહેન્દ્ર સિંહ ધોનીનો કિરદાર સુશાંત સિંહે નિભાવ્યો છે. ફિલ્મના ગીત પણ ચાહકોએ પસંદ કર્યા છે. આ ફિલ્મ વર્ષ 2016માં આવી હતી.

4. ફિલ્મ – કેદારનાથ


આ ફિલ્મ વર્ષ 2018માં આવી હતી. સુશાંત સિંહે આ ફિલ્મમાં એક મુસ્લિમ યુવકનો કિરદાર અદા કર્યો છે. મુસ્લિમ યુવક કેદારનાથમાં શુદ્રભાવથી યાત્રિઓની સેવા કરે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. મંસૂર ખાનનું પાત્ર સુશાંત સિંહે અદા કર્યું છે. આ ફિલ્મમે બોક્સ ઓફિસ પર સારો એવો પ્રતિભાવ મળ્યો હતો.

5. ફિલ્મ – છિછોરે


કોલેજ જીવન પર આધારીત અને જિંદગીમાં ક્યારેય હાર નહીં માનવી જોઈએ એ સંદેશો આપતી ફિલ્મમાં સુશાંત એક પિતા તરીકેના કિરદારમાં જોવા મળે છે. પરીક્ષામાં નાપાસ થયેલો દીકરો હોસ્પિટલમાં મોત અને જિંદગી વચ્ચે લડી રહ્યો હોય છે ત્યારે સુશાંત સિંહ પોતાના કોલેજકાળની યાદથી દીકરાને હિમ્મત સાથે જિંદગીથી લડવા અને અસફળતાથી ના ડરવા માટે કહાણી કહે છે. આ ફિલ્મ લોકોને ખુબ જ પસંદ આવી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:25 pm, Sun, 14 June 20

Next Article