AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુનિધિ ચૌહાણે કર્યો ખુલાસો: આ સુપરહિટ ગીતથી હતી ઘણી અપેક્ષા, પરંતુ કોઈએ ન આપ્યો એવોર્ડ

સુનિધિ ચૌહાણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેણીને તેના સુપરહિટ ટ્રેક 'ધૂમ મચાલે' થી ઘણી આશાઓ હતી કે તેને ચોક્કસપણે એવોર્ડ મળશે, પરંતુ આ ગીતને કોઈ મોટો અવોર્ડ મળ્યો નહીં.

સુનિધિ ચૌહાણે કર્યો ખુલાસો: આ સુપરહિટ ગીતથી હતી ઘણી અપેક્ષા, પરંતુ કોઈએ ન આપ્યો એવોર્ડ
Sunidhi Chauhan had hoped to get an award for the song Dhoom Machale but she was disappointed
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 9:04 AM
Share

સુનિધિ ચૌહાણ (Sunidhi Chauhan) ભારતની શ્રેષ્ઠ પ્લેબેક સિંગર્સમાંની એક છે. સુનિધિએ તેના સુંદર અવાજમાં ‘બુમરો’ ‘ધૂમ મચાલે’ ‘દીદાર દે’ ‘આજા નચલે’ ‘છલિયા’ ‘કમલી’ ‘શીલા કી જવાની’ જેવા ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે અને તેના લાખો ચાહકો પણ છે.

સપના પર પાણી

તાજેતરમાં સુનિધિ ચૌહાણે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેણીને તેના સુપરહિટ ટ્રેક ‘ધૂમ મચાલે’ (Dhoom Machale) થી ઘણી આશાઓ હતી કે જો આ ગીત હિટ (Hit Song) સાબિત થશે, તો તેને ચોક્કસપણે એવોર્ડ મળશે. પરંતુ ખુબ હીટ થયું હોવા છતાં, આ ગીતને કોઈ મોટો પુરસ્કાર મળ્યો નહિ. જે સુનિધિ માટે નિરાશાજનક હતું, પરંતુ સુનિધિ ચૌહાણે કહ્યું કે તેને આ અંગે કોઈ અફસોસ નથી, જોકે સુનિધિ ચૌહાણે તેના ઘણા ગીતો માટે ઘણા એવોર્ડ જીત્યા છે.

સાંભળો આ ગીત

આ છે સુનિધિનું પ્રિય ગીત

એટલું જ નહીં, જ્યારે સુનિધિને તેનું મનપસંદ ગીત પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેણીને ગમતાં 100 ગીતો હશે, પરંતુ જે ગીતે તેને મોટો બ્રેક આપ્યો અને જેનાથી બોલિવૂડમાં તેની ગાયકીની શરૂઆત કરી તે રામ ગોપાલ વર્માની 1999 માં આવેલી ફિલ્મ ‘મસ્ત’નું છે. આ ગીત છે ‘રૂકી રૂકી’ જે સુનિધિ માટે ખૂબ જ ખાસ અને પ્રિય ગીત છે.

નાની ઉંમરે થઈ હતી કારકિર્દીની શરૂઆત

દિલ્હીમાં જન્મેલી સુનિધિએ ચાર વર્ષની ઉંમરે સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. વર્ષ 1996 માં, 12 વર્ષની ઉંમરે, તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ શાસ્ત્રથી કરી હતી. હિન્દી ઉપરાંત સુનિધિએ મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, પંજાબી, બંગાળી, આસામી, નેપાળી અને ઉર્દૂમાં પણ ગીતો ગાયા છે.

અંગત જીવન વિશે પણ રહી ચર્ચામાં

18 વર્ષની ઉંમરે સુનિધિએ ડાયરેક્ટર બોબી ખાન સાથે લગ્ન કર્યા જે તેમનાથી 14 વર્ષ મોટા હતા. સુનિધિએ તેના પરિવારના સભ્યોની ઇચ્છા વિરુદ્ધ જઈને બોબી ખાન સાથે લગ્ન કર્યા, જોકે લગ્ન એક વર્ષમાં જ તૂટી ગયા. સુનિધિએ પ્રથમ લગ્ન તોડ્યાના 9 વર્ષ બાદ સંગીતકાર હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા.

હિતેશ પણ સુનિધિથી 14 વર્ષ મોટા છે અને બંનેને તેગ નામનો પુત્ર છે. જેની તસવીરો અને વિડીયો તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ગયા વર્ષે, સુનિધિના બીજા લગ્નમાં પણ અણબનાવના અહેવાલો આવ્યા હતા, પરંતુ તેના પતિ હિતેશે આ તમામ અહેવાલોને અફવા ગણાવી હતી અને બંને વચ્ચેના મતભેદોના સમાચારને નકાર્યા હતા.

આ પણ વાંચો: ટ્રાન્સજેન્ડર સમુદાયની મજાક ઉડાવવી વીર દાસને પડી ગઈ મોંઘી, વિવાદ વધતા માફી માંગતી વખતે જાણો શું કહ્યું

આ પણ વાંચો: Indian Idol 12 Winner: શરૂઆતથી જ લોકોના દિલ જીતનાર પવનદીપે જીતી ટ્રોફી, જાણો આ સિવાય શું શું છે ઉપલબ્ધી

g clip-path="url(#clip0_868_265)">