AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Archies : સુહાનાને પપ્પા શાહરૂખ ખાન પછી ભાઈ આર્યને પણ કર્યો સપોર્ટ, અભિષેક બચ્ચને પણ ભાણેજ અગસ્ત્યને કહી આ વાત

ધ આર્ચીઝનું ટીઝર બહાર આવ્યું, ત્યારથી જ મોટા સ્ટાર્સ ઝોયા અખ્તરના ટીઝર પર કોમેન્ટ કરી રહ્યા છે. આ ટીઝર પર શાહરૂખ ખાનથી (Shahrukh Khan) લઈને અભિષેક બચ્ચને પ્રતિક્રિયા આપી છે.

The Archies : સુહાનાને પપ્પા શાહરૂખ ખાન પછી ભાઈ આર્યને પણ કર્યો સપોર્ટ, અભિષેક બચ્ચને પણ ભાણેજ અગસ્ત્યને કહી આ વાત
The Archies
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 2:32 PM
Share

સુહાના ખાન અને ખુશી કપૂરે આખરે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી લીધી છે. ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’માં ખુશી અને સુહાના ઉપરાંત અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) પૌત્ર અગસ્ત્ય નંદા પણ છે. આ ફિલ્મનું ટીઝર (The Archies Teaser) આગલા દિવસે એટલે કે 14 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર સામે આવ્યા પછી, સુહાનાને પાપા શાહરૂખ ખાને (Shahrukh Khan) એક પોસ્ટ દ્વારા સમર્થન આપ્યું હતું. શાહરૂખ પછી, સુહાનાના ભાઈ આર્યન ખાને પણ એક પોસ્ટ કરી છે. આર્યન ખાને તેની બહેનની ફિલ્મનું ટીઝર જોયા બાદ તેના ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પરથી એક સ્ટોરી પોસ્ટ કરી હતી. પોસ્ટમાં ટીઝરનો સ્ક્રીન શોટ શેયર કર્યો અને મોટા અક્ષરોમાં લખ્યું – ‘બેસ્ટ ઓફ લક બેબી સિસ્ટર. ગો કિક સમ…ટીઝર અદ્ભુત છે. દરેક લોકો સુંદર દેખાઈ રહ્યા છે. તમે બધા સાથે મળીને કમાલ કરશો.’

ભત્રીજાની એક્ટિંગ જોઈને અભિષેક બચ્ચને શું કહ્યું?

આ ટીઝરમાં અગસ્ત્ય નંદા પણ જોવા મળે છે. ધ આર્ચીઝમાં અગસ્ત્યને મસ્તીભર્યા મૂડમાં અભિનય કરતા જોઈને મામા અભિષેક બચ્ચને પણ એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં અભિષેકે ઝોયાની ફિલ્મનું ટીઝર શેયર કર્યું છે. કેપ્શનની સાથે લખ્યું હતું- ‘અમે બધા આર્ચીઝ વાંચીને મોટા થયા છીએ. હવે તે જોવાનું અદ્ભુત હશે કે આપણે આપણું પોતાનું વર્ઝન જોઈ શકીશું. આભાર ઝોયા. અંગત રીતે મારા માટે પણ આ એક ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. નેક્સ્ટ જનરેશન એક્ટર ગોડ બ્લેસ યુ. સખત મહેનત કરો, ધ્યાન કેન્દ્રિત કરો અને નમ્ર રહો. આપ સૌને ખૂબ પ્રેમ. અગસ્ત્ય, મારા વહાલા ભત્રીજા, તમે અમને બધાને ખૂબ જ ગર્વ ફિલ કરાવ્યો છે. હું વધુ શું કહું.. ગ્રેટ વર્ક.’

શાહરુખ ખાને દીકરીને કર્યો સપોર્ટ

શાહરૂખ ખાને કહ્યું- દરરોજ 25 પૈસામાં ભાડા પર આર્ચીઝ વાંચવાથી લઈને ઝોયા અખ્તરની એલાઈવ સ્ક્રીન ઈનક્રેડિબલ સુધી. તમામ નાના છોકરાઓને તેમના પ્રથમ પગલા પર ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આ સુંદર વ્યવસાયમાં જોડાવા માટે આપનું સ્વાગત છે.

શાહરુખે સુહાના માટે આગળ કહ્યું- ‘અને સુહાનાને યાદ રાખો. તમે ક્યારેય સંપૂર્ણ ન હોઈ શકો પરંતુ તમે જે છો તે બની શકો છો. એક અભિનેતા તરીકે હંમેશા આપનાર અને દયાળુ બનો. તમે જે પણ કરશો, તે તમે પાછળ છોડી જશો તે હંમેશા તમારી સાથે રહેશે. બેબી હવે તારી સામે ઘણુ બધું હશે.પણ તારે લોકોના દિલમાંથી નીકળતો રસ્તો શોધવાનો છે. હવે લાઈટ, કેમેરા એક્શનમાં શરૂ થઈ જાવ.’

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">