Jiah Khan કેસ CBI માં ટ્રાન્સફર થતા Sooraj Pancholi એ કહ્યું- જો દોષિત સાબિત થાવ તો સજા થવી જોઈએ…નહીં તો…

સૂરજ પંચોલી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં વ્યસ્ત છે. અભિનેતા ફિલ્મોમાં દેખાય તે પહેલા જ જિયા ખાન આત્મહત્યાના કેસના કારણે ચર્ચામાં આવી ગયા હતા. જિયાના મૃત્યુ બાદ અભિનેતા પર ઘણા આરોપો લાગ્યા હતા.

Jiah Khan કેસ CBI માં ટ્રાન્સફર થતા Sooraj Pancholi એ કહ્યું- જો દોષિત સાબિત થાવ તો સજા થવી જોઈએ...નહીં તો…
Sooraj Pancholi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 3:58 PM

જિયા ખાન (Jiah Khan ) આત્મહત્યા કેસમાં તાજેતરમાં નવો વળાંક આવ્યો છે. આ કેસ હવે સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે અભિનેતા સૂરજ પંચોલીએ રાહતનો શ્વાસ લીધો છે. સૂરજ પોતાને આ નિર્ણયથી સંતુષ્ટ કહી રહ્યા છે. સુરજનો દાવો છે કે જો અદાલત તેમને દોષિત માને તો તેમને સજા થવી જોઈએ.

તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં સૂરજે કહ્યું છે કે જો હું નિર્દોષ હોઉં તો મને તમામ આરોપોમાંથી મુક્ત કરી દેવા જોઈએ. હવે સુરજના પરિવારના સભ્યોને પણ આશા છે કે કોર્ટ તેમના કેસમાં ઝડપી નિર્ણય લાવશે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

જાણો શું કહ્યું સુરજે

તાજેતરમાં સુરજે કહ્યું છે કે હવે મને થોડી રાહત છે, મને લાગે છે કે શરૂઆતથી જ આ કેસ સીબીઆઈની વિશેષ કોર્ટમાં હોવો જોઈએ. મોડું થયું પણ હવે આવી ગયો છે. જો અદાલત મને ટ્રાયલ દરમિયાન દોષિત ઠરે તો મને સજા થવી જોઈએ. પરંતુ જો આવું ન થાય અને જો નિર્દોષ સાબિત થાવ તો હું આ આરોપોમાંથી મુક્ત થવાનો હકદાર છું.

સૂરજ કહે છે કે છેલ્લા 8 વર્ષમાં મારી ઇમેજ ઘણી ખરાબ થઇ છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારે સંપૂર્ણ સહયોગ આપ્યો છે. આ સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે કારણ કે ઈન્ડસ્ટ્રી અને તેની આસપાસની દરેક વસ્તુ મારા માટે ધારણા ધરાવે છે, પરંતુ આ ધારણ હું જે ઇચ્છતો હતો તે નથી.

પોતાની પીડા વર્ણવતા સૂરજે આગળ કહ્યું છે કે મને ખબર નથી કે હું છેલ્લા 8 વર્ષથી કેવી રીતે જીવ્યો. મારા પરિવારે મને તે હાલતમાં જોયો છે. હું આટલા વર્ષોથી બસ આનાથી નીકળવા અને વસ્તુઓને ભૂલી જવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેથી મારું લક્ષ્ય આગળ જોવાનું અને આગળ વધવાનું છે. હવે મને અને મારા પરિવારને આશા છે કે સીબીઆઈ કોર્ટ ઓછામાં ઓછી આ કેસમાં ઝડપી તો લાવશે.

તમને જણાવી દઈએ કે જિયા ખાને 3 જૂન, 2013 ના રોજ જુહુ એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. અભિનેત્રીના મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો હતો. અભિનેત્રીના મૃત્યુ બાદ તેમના ઘરેથી 6 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમના પ્રેમી સૂરજ પંચોલીનું નામ હતું. આ નોટમાં ઘણા ખુલાસા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :- Taapsee Pannu Networth: કરોડોની સંપત્તિની માલિક છે તાપસી, જાણો કમાણી અને કાર કલેક્શન

આ પણ વાંચો :- અક્ષય કુમાર સાથે લગ્ન બાદ કેમ ટ્વિંકલ ખન્નાએ અભિનયને કહી દીધું બાય બાય? અભિનેત્રીએ જણાવ્યું કારણ

g clip-path="url(#clip0_868_265)">