Sonakshi Sinha Case: છેતરપિંડીના કેસમાં સોનાક્ષી સિન્હાને મોટી રાહત, હાઈકોર્ટના જામીનપાત્ર વોરંટ પર સ્ટે

|

Jun 01, 2022 | 3:10 PM

આ કેસ વર્ષ 2019 માં નોંધવામાં આવ્યો હતો, પરંતુ સુનાવણીમાં વિલંબ થયો, જે માટે કોરોનાવાયરસની મહામારી જવાબદાર છે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સોનાક્ષીએ (Sonakshi Sinha) પણ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

Sonakshi Sinha Case: છેતરપિંડીના કેસમાં સોનાક્ષી સિન્હાને મોટી રાહત, હાઈકોર્ટના જામીનપાત્ર વોરંટ પર સ્ટે
Sonakshi sinha
Image Credit source: PTI

Follow us on

છેતરપિંડીના કેસમાં અભિનેત્રી સોનાક્ષી સિંહાને (Sonakshi Sinha) હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુરાદાબાદ જિલ્લાના કટઘર પોલીસ સ્ટેશનમાં સોનાક્ષી સિંહા વિરુદ્ધ છેતરપિંડીનો (Fraud Case) કેસ નોંધવામાં આવ્યો હતો. હાઈકોર્ટે અભિનેત્રી સોનાક્ષી સિંહાને જાહેર કરાયેલા જામીનપાત્ર વોરંટ પર રોક લગાવી દીધી છે. આ સિવાય અન્ય આરોપી ઈવેન્ટ મેનેજર અભિષેક વગેરે પર જામીનપાત્ર વોરંટ ચાલુ રહેશે. આ સમગ્ર મામલાની આગામી સુનાવણી જુલાઈના અંતિમ સપ્તાહમાં હાઈકોર્ટમાં થશે. મુરાદાબાદ સ્થિત ઈવેન્ટ ઓર્ગેનાઈઝર દ્વારા છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં સોનાક્ષી સિંહા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ સોનાક્ષી સિંહાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેના પછી તેને મોટી રાહત મળી હતી.

જાણો શું હતો સમગ્ર મામલો?

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના કટઘર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવપુરીના રહેવાસી પ્રમોદ શર્મા દ્વારા દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સોનાક્ષી સિન્હા મુખ્ય અતિથિ તરીકે આવવાની હતી, પરંતુ પ્રમોદ શર્માનો આરોપ છે કે સોનાક્ષી સિંહાએ પૈસા લઈને પણ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. સોનાક્ષી સિંહાના કાર્યક્રમમાં ન આવવાના કારણે પ્રમોદ શર્માને આર્થિક નુકસાન થયું હતું. આ પછી ઈવેન્ટ ઓર્ગેનાઈઝર પ્રમોદ શર્માએ સોનાક્ષી સિંહા સહિત પાંચ લોકો વિરુદ્ધ કોર્ટરૂમમાં ફરિયાદ કરી હતી. આ સમગ્ર ઘટનામાં 22 ફેબ્રુઆરી, 2019ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો, ત્યારબાદ આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે આ સમગ્ર કેસમાં સોનાક્ષી સિંહાને હાઈકોર્ટ દ્વારા જુલાઈના અંત સુધી મોટી રાહત આપવામાં આવી છે.

કોરોના સંક્રમણને કારણે સુનાવણીમાં વિલંબ

સમગ્ર મામલાની સુનાવણી જસ્ટિસ સીમા રસ્તોગીની કોર્ટમાં થઈ હતી, ત્યારપછી કોર્ટે સુનાક્ષી અને અન્ય લોકો સામે અગાઉની તારીખે ગેરહાજરીને ધ્યાનમાં રાખીને જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. વોરંટને લઈને મુરાદાબાદથી મુંબઈ સુધી અરાજકતાનું વાતાવરણ હતું. આ પછી સોનાક્ષી સિંહાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આટલું જ નહીં, આ કેસ વર્ષ 2019માં નોંધવામાં આવ્યો હતો, પરંતુ સુનાવણીમાં વિલંબ થયો, જે માટે કોરોનાવાયરસની મહામારી જવાબદાર છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અત્યારે સોનાક્ષી સિન્હાની વાત કરીએ તો, તે બહુ જલ્દી કાકુડા નામની હોરર કોમેડી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સોનાક્ષી સાથે રિતેશ દેશમુખ અને સાકિલ સલીમ પણ જોવા મળશે. આ સિવાય સોનાક્ષીની લિસ્ટમાં ફિલ્મ ડબલ એક્સએલ પણ છે, જેમાં હુમા કુરેશી પણ મહત્વના રોલમાં છે.

Next Article