AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 વર્ષથી ગુમ થયેલા અભિનેતાને શોધી કાઢનારને, બોલિવુડ અભિનેત્રી 4 લાખના ઇનામ આપવાની જાહેરાત કરી

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ 16 વર્ષથી ગુમ થયેલા એક બોલિવુડ અભિનેતાને શોધી રહી છે. હવે અંદાજે 4 લાખની જાહેરાત કરી છે. સોમીનું કહેવું છે કે, તેમણે દિવંગત અભિનેતા ઋષિ કપૂરને એક વચન આપ્યું હતુ. જેના કારણે આ ગુમ થયેલા અભિનેતાને શોધી રહી છે.

16 વર્ષથી ગુમ થયેલા અભિનેતાને શોધી કાઢનારને, બોલિવુડ અભિનેત્રી 4 લાખના ઇનામ આપવાની જાહેરાત કરી
| Updated on: Jul 31, 2026 | 9:35 AM
Share

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી પોતાની પર્સનલ લાઈફ અને નિવેદનોના કારણે ચર્ચામાં છવાયેલી રહે છે. હવે ફરી એક વખત સોમી અલી ચર્ચામાં આવી છે. આનું કારણ તેની એક પોસ્ટ છે. પૂર્વ અભિનેત્રી અને એક્ટિવિસ્ટ સોમી અલી છેલ્લા 16 વર્ષની ગુમ થેયલા અભિનેતા રાજ કિરણને શોધી રહી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરતા ખુલાસો કર્યો કે, દિવંગત અભિનેતા ઋષિ કપુરને એક વચન આપ્યું હતુ કે, કિરણ રાજને શોધશે. જેને લઈ હવે સોમી અલીએ જાહેરાત કરી કે, તેને કોઈ પણ રાજ કિરણ સાથે જોડાયેલી જાણકારી આપશે. તેને 4 લાખનું ઈનામ આપશે.

બોલિવુડના જાણીતા અભિનેતા રાજ કિરણ 2000ના દશકની શરુઆતથી ગુમ છે અને તેમનો કેસ હજુ પણ બોલીવુડના સૌથી મોટા વણઉકેલાયેલા રહસ્યોમાંનો એક માનવામાં આવે છે. આટલા વર્ષોથી ગુમ હોવા છતાં, સોમી અલી હજુ પણ તેમને શોધી રહી છે અને સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે.

સોમી અલી પોસ્ટ

સોમી અલીએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરતા કહ્યું કે, તેને શોધવાની વાત ઋષિ કપુરની સાથે થયેલી એક વાતચીતમાં થઈ હતી. બંને ફિલ્મ કર્ઝના શૂટિંગ દરમિયાન જુની યાદો તાજા કરી રહ્યા હતા. આ દરમિયાન રાજ કિરણનો ઉલ્લેખ થયો હતો. જેમણે ઋષિ કપુરની સાથે કામ કર્યું હતુ. વાતચીત દરમિયાન બંનેએ રાજ કિરણને અચાનક ગુમ થવાની ચર્ચા કરી અને શોધવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2020માં ઋષિ કપુરનું નિધન થયું છે અને રાજ કિરણને શોધી શકી નથી. પરંતુ સોમી અલીએ જણાવ્યું કે, તે એકલી આ અભિનેતાને શોધશે.

સોમી અલીએ કહ્યું

આ પોસ્ટના કેપ્શનમાં સોમી અલીએ લખ્યું એક શૂટ દરમિયાન મે ચિંટુજીને વચન આપ્યું હતુ કે હું રાજ કિરણને શોધવાનું કામ ક્યારેય છોડીશ નહી, આ મારું 16મું વર્ષ છે.

મને ન્યૂ યોર્કમાં એક એપાર્ટમેન્ટ મળ્યું, જ્યાં ફ્રન્ટ ડેસ્ક પર બેઠેલા વ્યક્તિએ કહ્યું કે તેમણે રાજ કિરણને ક્યારેય જોયો નથી, પરંતુ તેનો ભાઈ ગોવિંદ, ગોવિંદની પત્ની જુડી અને તેમની પુત્રી 11 વર્ષથી ત્યાં રહેતા હતા. મેં તેમના પરિવારના દરેક સભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. આ ફક્ત ચિન્ટુજીને આપેલું વચન નથી, પરંતુ અમે તેના સ્વાસ્થ્ય અને તેમને કેદમાં રાખવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ ચિંતિત છીએ. જોકે ઈનામ મોટું નથી, જો કોઈ તેમના ચોક્કસ સ્થાન વિશે માહિતી આપી શકે. પછી ભલે તે માનસિક સ્વાસ્થ્ય સુવિધા હોય કે એપાર્ટમેન્ટ તો તેમને ઈનામ આપવામાં આવશે. કૃપા કરીને મદદ કરો.

કપૂર પરિવાર આખો સેલિબ્રિટીથી ભરેલો, એક તો બોલિવુડનો હતો રોમેન્ટિક હિરો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
g clip-path="url(#clip0_868_265)">