AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

So Expensive : Suhana Khan એ કૈરી કર્યું ખૂબ કિંમતી બેગ, વિશ્વાસ નહી કરી શકશો તમે

સુહાનાની બોલિવૂડ ડેબ્યૂની વાત કરીએ તો આ અહેવાલો ઘણા લાંબા સમયથી સામે આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં ધર્મ પ્રોડક્શનની ફિલ્મમાં જોવા મળી શકે છે. પરંતુ તે પહેલા તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે.

So Expensive : Suhana Khan એ કૈરી કર્યું ખૂબ કિંમતી બેગ, વિશ્વાસ નહી કરી શકશો તમે
Suhana Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 3:27 PM
Share

શાહરુખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન બોલિવૂડમાં પ્રવેશવા માટે ઉત્સુક છે. દરરોજ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતી રહે છે. તે ઘણીવાર તેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. આ દિવસોમાં તે ન્યૂયોર્કમાં છે અને તેનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે.

સુહાના ખાને હાલમાં જ પોતાની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લુકમાં જોવા મળી રહી છે. આ તસ્વીરમાં સુહાનાની કર્વી ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ડીપ બ્લુ ડ્રેસમાં સુહાના સુંદર લાગી રહી છે. સુહાનાએ એક અફોર્ડેબલ ડ્રેસ કૈરી કર્યું હતું, જેની સાથે તેણે લક્ઝરી લેબલ્સના પીસેજ કૈરી કર્યા અને તેમના આઉટિંગ માટે સુહાનાએ હાઇ સ્ટ્રીટ ફેશન બ્રાન્ડ મિસ ગાઇડેડનું ગાઉન પહેર્યું.

સુહાનાની આ Philippa Bandeau Maxi ડ્રેસની કિંમત તેની બ્રાન્ડની વેબસાઇટ પર 23 ડોલર છે, જેની ભારતીય રુપિયામાં કિંમત 1,717 રૂપિયા છે. પરંતુ આ ગાઉન સાથે સુહાનાએ ગ્લેમર ટચ આપતો એક ટ્રાએન્ગલ ડફલ બૈગ જે Balanciaga નું છે, તે કૈરી કર્યું છે. સુહાનાની આ બેગની કિંમત જાણીને તમને ખરેખર આશ્ચર્ય થશે. આ Balanciaga બેગની ડોલરમાં કિંમત 2,085 છે જ્યારે ભારતીય રુપિયામાં આ બેગની કિંમત આશરે 1.5 લાખ રૂપિયા છે.

સુહાના ખાને આ સિવાય પણ ઘણી બધી તસ્વીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે ન્યુયોર્કના રસ્તાઓ પર જોવા મળી રહી છે. સુહાના રસ્તા પર પોઝ આપી રહી છે. આ દરમિયાન, તેણે મોસ ગ્રીન સ્લીવલેસ ટોપ જેમાં ડીપ નેક છે. આ સાથે સુહાનાએ ડાર્ક ગ્રીન કલરની પેન્ટ્સ અને લૂઇસ વિટ્ટનનું સ્લિંગ બેગ કૈરી કર્યું હતું. સુહાનાએ ડેવી મેકઅપ સાથે સબ્ટલ વિંગની આઈલાઇનર અને ગ્લોસી લિપ લગાવ્યું. આ સાથે, તેને હાથમાં બંગડીઓ પહેરી હતી અને વાઇન કલરની નેઇલ પેન્ટ લગાવી હતી.

View this post on Instagram

A post shared by Suhana Khan (@suhanakhan2)

સુહાનાએ તેની સાથે ગોલ્ડ હૂપ ઇયરિંગ્સ કૈરી કર્યા. સુહાનાના આ મિનિ લૂઇસ વિટ્ટન ક્રોસ બેગની કિંમત 1,404 યુરો છે, જે ભારતીય રુપિયામાં લગભગ 1.45 લાખ રૂપિયા થાય છે.

જો આપણે સુહાનાની બોલિવૂડ ડેબ્યૂની વાત કરીએ તો આ અહેવાલો ઘણા લાંબા સમયથી સામે આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં ધર્મ પ્રોડક્શનની ફિલ્મમાં જોવા મળી શકે છે. પરંતુ તે પહેલા તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. સુહાના તેના ફિગરને લઇને એકદમ સભાન છે અને તે પોતાના પર પૂરું ધ્યાન આપી રહી છે. થોડા સમય પહેલા સુહાનાની કેટલીક તસ્વીરો સામે આવી હતી જેમાં તે અભિનય કરતી જોવા મળી હતી. જોકે, તે ક્યારે ફિલ્મોમાં આવશે તે નક્કી નથી.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">