AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth Kiara Wedding: લગ્નના બંધનમાં બંધાયા સિદ્ધાર્થ-કિયારા, સૂર્યગઢ પેલેસમાં થયા શાનદાર લગ્ન

Sidharth Malhotra Kiara Advani Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી (Sidharth Kiara Wedding) એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને પોતાના લગ્નને લઈને ખૂબ ચર્ચામાં હતા અને હવે બંને એકબીજાના થઈ ગયા છે.

Sidharth Kiara Wedding: લગ્નના બંધનમાં બંધાયા સિદ્ધાર્થ-કિયારા, સૂર્યગઢ પેલેસમાં થયા શાનદાર લગ્ન
Sidharth Malhotra Kiara Advani WeddingImage Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 6:20 PM
Share

Sidharth Malhotra Kiara Advani Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ફેન્સ દ્વારા વારંવાર બંનેના લગ્નની અટકળો ચાલી રહી હતી. આખરે બંનેને સાથે જોવાની ફેન્સની આ ઈચ્છા હવે પૂરી થઈ ગઈ છે. સિદ્ધાર્થ અને કિયારા એકબીજાના થઈ ગયા છે, બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

બંનેએ તેમના લગ્ન માટે જેસલમેરમાં સૂર્યગઢ પેલેસ પસંદ કર્યો હતો, જ્યાં કપલે પોતપોતાના પરિવાર સાથે 4 ફેબ્રુઆરીએ પહોંચ્યા હતા. 5 ફેબ્રુઆરીથી મહેમાનો આવવા લાગ્યા. બંનેના લગ્નની વિધિ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને આજે 7 ફેબ્રુઆરીએ બંનેએ સાત ફેરા લીધા અને કાયમ માટે એકબીજાના બની ગયા.

પંજાબી સ્ટાઈલમાં જાન લઈને પહોંચ્યો સિદ્ધાર્થ

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન માટે દિલ્હીથી બેન્ડના સભ્યો આવ્યા હતા. અને વરરાજા કિયારાને પોતાની દુલ્હન બનાવવા પંજાબી સ્ટાઈલમાં પહોંચ્યા હતા. બેન્ડના સભ્યો સાથે ઘોડી પર સવાર થઈને સિદ્ધાર્થ શાનદાર રીતે જાન સાથે પહોંચ્યો અને પછી બંનેએ સાત ફેરા લીધા અને એકબીજાના બની ગયા.

લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાંથી એવું લાગી રહ્યું હતું કે બંને લક્ઝુરિયસ રીતે લગ્ન કરી રહ્યા છે. થોડા સમય પહેલા મંડપની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને ગુલાબી રંગથી સુંદર રીતે શણગારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ-કિયારાના લગ્નની થીમ પિંક હતી.

આ પણ વાંચો : Sid Kiara Wedding : વરરાજા સિદ્ધાર્થ દુલ્હન કિયારાને લેવા માટે પહોંચ્યો, જુઓ Viral Video

આ બોલિવૂડ સ્ટાર્સે આપી હાજરી

રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં લગભગ 100 થી 125 મહેમાનો આવ્યા હતા, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ બોલિવૂડમાંથી કરણ જોહર, મલાઈકા અરોરા, શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત, અરમાન જૈન અને તેની પત્ની અનીસા મલ્હોત્રા, જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા આ લગ્નમાં સામેલ થયા હતા. આ સાથે મુકેશ અંબાણીની પુત્રી અને કિયારાની સારી મિત્ર ઈશા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી. ફેન્સ બંનેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ ‘શેરશાહ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સિદ્ધાર્થ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. તો કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી.

Follow Us
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
g clip-path="url(#clip0_868_265)">