AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરુખની ‘Pathan’ અને સલમાનની ‘Tiger 3’નું શૂટિંગ રદ થયું, શું આર્યન ખાનનો કેસ છે આનું કારણ?

શાહરુખ ખાન (Shahrukh Khan)ની પઠાણ મુલતવી રાખવા સાથે સમાચાર છે કે સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ ટાઈગર 3 પણ મુલતવી રાખવામાં આવી છે. બંને ફિલ્મોને મુલતવી રાખવાનું કારણ એક જ આર્યન ખાનનો કેસ કહેવામાં આવી રહ્યો છે.

શાહરુખની 'Pathan' અને સલમાનની 'Tiger 3'નું શૂટિંગ રદ થયું, શું આર્યન ખાનનો કેસ છે આનું કારણ?
Shahrukh Khan, Salman khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 9:47 PM
Share

બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન (Shahrukh Khan) હાલમાં પોતાના પુત્રને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. શાહરુખનો પુત્ર આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસના કારણે જેલમાં ગયો છે, ત્યારથી શાહરુખે તેમના કામ પર બ્રેક લગાવી છે અને તેમના પુત્ર માટે જામીનમાં લાગ્યા છે. દરમિયાન સમાચાર આવ્યા છે કે શાહરુખની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણ (Pathan)નું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે.

એક વેબ પોર્ટલના અહેવાલ મુજબ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સ્પેન જવા રવાના થયા હતા, પરંતુ તે આર્યન ખાનના કેસ બાદ પરત ફર્યા હતા. આ ફિલ્મના શૂટિંગની તૈયારીઓ મોટાપાયે ચાલી રહી છે. તેના ગીતના શૂટિંગ માટે પણ અલગ અલગ જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પઠાણ માટે જે લોકેશન પસંદ કરાયેલા હતા ત્યાં શૂટ થનારી પઠાણ પહેલી ફિલ્મ છે.

સલમાનની ફિલ્મ ટાઈગર 3 (Tiger 3)નું શૂટિંગ પણ મોકૂફ રાખવામાં આવ્યું છે

શાહરુખની પઠાણ મુલતવી રાખવા સાથે સમાચાર છે કે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 પણ મુલતવી રાખવામાં આવી છે. બંને ફિલ્મોને મુલતવી રાખવાનું એક જ કારણ છે આર્યન ખાનનો કેસ. સલમાન ખાન પણ આર્યનના કેસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. અભિનેતા સલમાન હાલમાં કલર્સના રિયાલિટી શો બિગ બોસના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં તે ટાઈગર 3ના ચાલી રહેલા રિહર્સલમાં પણ ગયા ન હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આર્યનને જામીન ન મળે ત્યાં સુધી તે મુંબઈમાં રહેવા માંગે છે.

શાહરૂખ ખાનની બીજી ફિલ્મ લાઈનમાં છે. દક્ષિણના પ્રખ્યાત દિગ્દર્શક એટલી શાહરૂખ સાથે ફિલ્મ બનાવી રહ્યા છે. તે બાકીની તૈયારીઓમાં વ્યસ્ત છે, જેવા જ શાહરૂખ ફ્રી થશે, તે વિલંબ કર્યા વગર શાહરૂખના ભાગનું શૂટિંગ શરૂ કરી દેશે.

તમને જણાવી દઈએ કે મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ખરાબ રીતે ફસાયેલા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ફરીથી જામીન માટે રાહ જોવી પડી છે. કોર્ટમાં સુનાવણીનો નિર્ણય 20 ઓક્ટોબર સુધી સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તે હજુ પણ મુંબઈની આર્થર જેલમાં બંધ છે. શાહરુખે પોતાના દીકરા માટે જામીન મેળવવા માટે પોતાનો વકીલ પણ બદલી નાખ્યો છે.

આ પણ વાંચો :- Ranveer Singhએ વિરાટ-વામિકાની ફોટો પર કરી કમેન્ટ, ચાહકોએ કહ્યું – તમે ક્યારે આપી રહ્યા છો સારા સમાચાર?

આ પણ વાંચો :- Arjun Kapoorએ કર્યો સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનો નિર્ણય, કહ્યું- ગાયબ થવાનો સમય

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">