Jee Le Zaraa Delayed: ફિલ્મ “જી લે ઝરા”માં કરવામાં આવ્યો આ મોટો ફેરફાર

|

Jun 11, 2022 | 10:06 PM

‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની (Jindagi Na Milegi Dobara) સફળતા પછી ફરહાન અખ્તર (Farhan Akhtar) હવે છોકરીઓની મિત્રતા પર આધારિત ફિલ્મને ડિરેક્ટ કરવા જઈ રહ્યો છે.

Jee Le Zaraa Delayed: ફિલ્મ જી લે ઝરામાં કરવામાં આવ્યો આ મોટો ફેરફાર
Alia Bhatt, Priyanka Chopra, Katrina Kaif

Follow us on

પ્રિયંકા ચોપરા (Priyanka Chopda) કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ તેમની અપકમિંગ ફિલ્મ ‘જી લે ઝરા’ લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. છોકરીઓની મિત્રતા અને તેમની રોડ-ટ્રીપની વાર્તા દર્શાવતી આ ફિલ્મની જાહેરાત ગયા વર્ષે ઓગસ્ટમાં કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મની રાહ જોઈ રહેલા ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટની (Alia Bhatt) ફિલ્મનું શૂટિંગ હવે થોડા સમય પછી શરૂ થશે. “જિંદગી ના મિલેગી દોબારા”ની સફળતા પછી, “જી લે જરા” પાસેથી બધાને ઘણી આશાઓ છે.

ફરહાન અખ્તર કરશે આ ફિલ્મનું નિર્દેશન

એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો હતો કે ફિલ્મ ‘જી લે ઝરા’ માટે હા કહેતી વખતે તેણે ફરહાન અખ્તરને કહ્યું હતું કે તે આ ફિલ્મમાં ડાન્સ કરવા માંગે છે. પ્રિયંકા હોલીવુડના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહે છે, જ્યાં તેને ડાન્સ કરવાની તક મળતી નથી. આ ફિલ્મ વિશે પોતાનો ઉત્સાહ દર્શાવતા પ્રિયંકાએ એમ પણ કહ્યું કે તેને હિન્દીમાં ડાયલોગ્ય બોલ્યાને ઘણો સમય થઈ ગયો છે. આ ફિલ્મને ઝોયા અખ્તર નહીં પણ ફરહાન અખ્તર ડિરેક્ટ કરવા જઈ રહ્યો છે.

આવતા વર્ષે શરૂ થશે શૂટિંગ

પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટની ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જુલાઈ અથવા ઓગસ્ટ સુધીમાં ફ્લોર પર જવાની હતી, પરંતુ આવું થઈ રહ્યું નથી. હવે આ બહુપ્રતિક્ષિત ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં જ કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ આ વિલંબનું કારણ ‘કોમ્બિનેશન ડેટ્સ’ છે. ‘કોમ્બિનેશન ડેટ્સ’ એટલે ત્રણ અભિનેત્રીઓની એકસાથે તારીખ. આ ફિલ્મના શુટીંગ માટે ત્રણેય અભિનેત્રીઓ એકસાથે ડેટ મળવી ખૂબ જ જરૂરી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ટૂંક સમયમાં શરૂ થશે બેલેન્સ કાસ્ટ માટે ઓડિશન

આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે “ફિલ્મની ટીમને ત્રણેય અભિનેત્રીઓ સાથે ઉપલબ્ધ તારીખો નક્કી કરવા માટે થોડો વધુ સમય જોઈએ છે.” આ સિવાય આ ફિલ્મમાં બેલેન્સ કાસ્ટનો સમાવેશ કરવામાં આવશે તે હજુ ફાઈનલ કરવામાં આવ્યું નથી. પરંતુ પ્રોડક્શન હાઉસ આ બધા પર ઝડપથી કામ કરી રહ્યું છે. ઝોયા અખ્તર, ફરહાન અખ્તર અને રીમા કાગતી દ્વારા લખેલી આ ફિલ્મ રીમા કાગતી, ઝોયા અખ્તર, રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે.

Next Article