Sidhu Moose Wala Birthday: સિદ્ધુ મૂસેવાલાના જન્મદિવસ પર પરિવારે શેયર કર્યો વીડિયો, ફેન્સ અને સેલેબ્સ કરી રહ્યા છે સિદ્ધુને યાદ

સિદ્ધુ મૂસેવાલાના (Sidhu Moosewala) ગીતોએ લોકોના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. તેના દ્વારા ગાયેલા ગીતો ફેન્સને હંમેશા યાદ રહેશે. આ જ કારણ છે કે સેલેબ્સથી લઈને બધા ફેન્સ તેને યાદ કરી રહ્યા છે.

Sidhu Moose Wala Birthday: સિદ્ધુ મૂસેવાલાના જન્મદિવસ પર પરિવારે શેયર કર્યો વીડિયો, ફેન્સ અને સેલેબ્સ કરી રહ્યા છે સિદ્ધુને યાદ
Sidhu Moose Wala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 8:14 PM

Sidhu Moose Wala Birthday: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala) જો આજે આપણી વચ્ચે હોત તો તે તેનો 29મો જન્મદિવસ મનાવી રહ્યા હોત. દેશ-વિદેશમાં આજે સિદ્ધુ મૂસેવાલાને તેના જન્મદિવસ નિમિત્તે તેના ફેન્સ દ્વારા યાદ કરવામાં આવી રહ્યો છે. લગભગ તમામ લોકોએ સિંગર મૂસેવાલાની હત્યાના તમામ આરોપીઓની ધરપકડની માંગ કરીને પરિવાર માટે ન્યાયની માંગ કરી છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સવારથી #HBDSidhuMoosewala અને #JusticeforSidhuMoosewala ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે. તેના પરિવારે પણ ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધુ મૂસેવાલાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેનું બાળપણથી યુવાની સુધીનું જીવન બતાવવામાં આવ્યું છે.

પરિવારે શેયર કર્યો વીડિયો

ભલે મૂસેવાલા હવે આપણી વચ્ચે દુનિયામાં નથી પણ ફેન્સ આજે પણ તેનો જન્મદિવસ ઉજવવા માટે સેંકડોની સંખ્યામાં ગામ મુસા પહોંચી રહ્યા છે. સામાન્ય લોકો હોય કે સેલેબ્સ બધાં સિદ્ધુ મૂસેવાલાને તેમના જન્મદિવસના પ્રસંગે યાદ કરી રહ્યા છે. સિદ્ધુ મૂસેવાલાના જન્મદિવસના પ્રસંગે તેના પરિવારે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેયર કર્યો છે. આ પોસ્ટ ભાવુક કરી દે તેવી છે. તેમાં સિદ્ધુના બાળપણની તમામ યાદો છે. વીડિયોની શરૂઆતમાં સિદ્ધુની માતા તેને ગળે લગાવતી જોવા મળે છે. વીડિયોમાં સિદ્ધુના બાળપણ ઉપરાંત તેની યુવાનીની તસવીરો પણ છે. વીડિયોમાં સિદ્ધુ મૂસેવાલાને જોઈને એવું લાગતું નથી કે તે હવે આપણી વચ્ચે નથી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તમામ સેલેબ્સે આપી શુભેચ્છાઓ

સિદ્ધુ મૂસેવાલા આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમના ગીતોએ લોકોના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. તેમના દ્વારા ગાયેલા ગીતો હંમેશા યાદ રહેશે. આ જ કારણ છે કે સેલેબ્સથી લઈને તમામ ફેન્સ તેને યાદ કરી રહ્યા છે. એક્ટર દિલજીતથી લઈને સરગુન મહેતા સુધી તમામ મોટી હસ્તીઓએ સિદ્ધુ મૂસેવાલાને યાદ કર્યા છે. સિદ્ધુ મૂસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું. સિદ્ધુ મૂસેવાલાનો જન્મ 11 જૂન 1993ના રોજ માનસાના મુસા ગામમાં ભોલા સિંહ અને ચરણ કૌરને ઘરે થયો હતો. સિદ્ધુ પંજાબના માનસા જિલ્લાના મુસા ગામનો રહેવાસી છે. તેથી જ તેને સિદ્ધુ મૂસેવાલા તરીકે ખ્યાતિ મળી અને તેનું નામ સિદ્ધુ મૂસેવાલા બની ગયું.

સિદ્ધુ મૂસેવાલાની કરવામાં આવી હતી હત્યા

પંજાબી ગાયક, રેપર અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની 29 મેની સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો બે કારમાં આવ્યા હતા. આ જઘન્ય હત્યાકાંડ ત્યારે કરવામાં આવ્યો, જ્યારે સિદ્ધુ તેની થાર કારમાં બે સાથીઓ સાથે માનસાના જવાહરકે ગામ થઈને ખારા-બરનાલા ગામ જઈ રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">