Siddhanth Kapoor’s Statement: જામીન મળ્યા બાદ સામે આવ્યું શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરનું નિવેદન, બચાવમાં કર્યો ખુલાસો

|

Jun 16, 2022 | 8:29 PM

ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ બુધવારે શક્તિ કપૂરના પુત્ર અને શ્રદ્ધા કપૂરના ભાઈ એક્ટર સિદ્ધાંત કપૂરે (Siddhanth Kapoor) પોતાનું નિવેદન જાહેર કર્યું છે.

Siddhanth Kapoor’s Statement: જામીન મળ્યા બાદ સામે આવ્યું શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરનું નિવેદન, બચાવમાં કર્યો ખુલાસો
Siddhanth Kapoor

Follow us on

શ્રદ્ધા કપૂરનો (Shraddha Kapoor) ભાઈ સિદ્ધાંત કપૂર આ દિવસોમાં ડ્રગ્સ કેસને લઈને હેડલાઈન્સમાં છે. એક્ટરે થોડા દિવસ પહેલા બેંગ્લોરમાંથી રેવ પાર્ટી (Rave Party) દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. રવિવારે મોડી રાત્રે પાર્ટીમાં ડ્રગ્સ લેવાની બાબતમાં સિદ્ધાંતની પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં એક્ટરની સાથે અન્ય પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મંગળવારે સિદ્ધાંત કપૂર (Siddhanth Kapoor) સહિત અન્ય આરોપીઓને જામીન મળી ગયા છે. જામીન મળ્યા બાદ એક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તો ચાલો જાણીએ એક્ટરે પોતાના નિવેદનમાં શું કહ્યું.

ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ બુધવારે શક્તિ કપૂરના પુત્ર અને અભિનેતા સિદ્ધાંત કપૂરે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. એક્ટરનું કહેવું છે કે જ્યારે તપાસ ચાલી રહી હતી ત્યારે હું હોટલમાં હાજર હતો. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં હું તેમનો સપોર્ટ કરતો હતો. આ દરમિયાન સિદ્ધાંત કપૂરે બેંગ્લોર પોલીસના કામની પણ પ્રશંસા કરી હતી.

તેણે પોલીસની પ્રશંસા કરતા કહ્યું કે બેંગ્લોર પોલીસ ટીમે ખરેખર સારું કામ કરી રહી છે. તેઓએ આ રીતે લોકોની કીમતી જિંદગી બચાવવાનું કામ કરતા રહેવું જોઈએ. સિદ્ધાંત સહિત 5 લોકોને ડ્રગ્સ લેવાના આરોપમાં બેંગ્લોર પોલીસે રવિવારે રેવ પાર્ટી દરમિયાન કસ્ટડીમાં લીધા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સિદ્ધાંતે પોલીસને આપી સ્પષ્ટતા

પોતાના નિવેદનમાં સિદ્ધાંતે દાવો કર્યો છે કે રેવ પાર્ટી દરમિયાન કોઈએ તેને દારૂ અને સિગારેટ ઓફર કરી હતી જેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. પરંતુ એક્ટરને આ વાતની જાણકારી ન હતી કે તેને જે ડ્રિંક્સ આપવામાં આવે છે તેમાં પણ ડ્રગ્સનું પ્રમાણ છે.

ડ્રગ્સ કેસમાં ડીસીપીનું નિવેદન

મીડિયા રિપોર્ટ્સ મુજબ ડ્રગ્સ કેસમાં ડીસીપી ભીમાશંકર ગુલેદનું કહેવું છે કે એક્ટરે કહ્યું છે કે તે પોલીસની આ તપાસમાં સંપૂર્ણ સપોર્ટ કરી રહ્યો છે. તેણે પોલીસને એમ પણ જણાવ્યું છે કે તે બેંગ્લોરમાં પાર્ટીમાં ઘણી વખત ડીજે તરીકે સામેલ થયો હતો. આ તેની ચોથી મુલાકાત બેંગ્લોરની છે, જ્યાં પોલીસે હોટલમાંથી તેની ધરપકડ કરી હતી.

પોલીસને મળી ગેસ્ટ લિસ્ટ

ડીસીપીએ કહ્યું કે તેમને પાર્ટીમાં હાજરી રહેનાર લોકોની ગેસ્ટ લિસ્ટ મળી છે. પોલીસને જે કોઈ શંકાસ્પદ જણાશે પોલીસ તેમને પૂછપરછ માટે બોલાવશે. સિદ્ધાંતની સાથે પોલીસે અન્ય ચાર લોકોના મોબાઈલ પણ જપ્ત કર્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. અભિનેતાએ પોલીસને એમ પણ કહ્યું છે કે બેંગ્લોરમાં તેના ઘણા મિત્રો છે.

Next Article