AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video : મીટ માય લેડીઝ કહીને શાહિદ કપૂરે શેયર કર્યો વીડિયો, ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરને (Shahid Kapoor) એક્ટિંગની સાથે સાથે બાઈકનો પણ ઘણો શોખ છે. એક્ટરે એક વીડિયો શેયર કર્યો છે. શાહિદનું આ કલેક્શન ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફેન્સ આ વીડિયોને જોરદાર પસંદ કરી રહ્યા છે.

Funny Video : મીટ માય લેડીઝ કહીને શાહિદ કપૂરે શેયર કર્યો વીડિયો, ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
Shahid KapoorImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 7:19 PM
Share

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર તેના જોરદાર એક્ટિંગ માટે જાણીતો છે. એક્ટર્સ પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટર સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને તેમના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે નવી નવી પોસ્ટ શેયર કરતો રહે છે. એક્ટરે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પરંતુ કબીર સિંહ પછી લોકોનો તેને જોવાનો ક્રેઝ બદલાઈ ગયો છે.

શાહિદ કપૂર શરૂઆતથી જ ફીમેલ ફેન્સના દિલ પર રાજ કરી રહ્યો છે. પરંતુ કબીર સિંહ પછી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. શાહિદના ફેન્સ જાણે છે કે તેને એક્ટિંગની સાથે બાઈકનો પણ ખૂબ શોખ છે. જ્યારે પણ એક્ટરને તક મળે છે ત્યારે તે બાઈક રાઈડ પર નીકળી જાય છે. શાહિદે ગયા વર્ષે એક મોંઘી ડુકાટી બાઈક પણ ખરીદી હતી અને તેને તેના મોટરબાઈકના મોટા કલેક્શનમાં સામેલ કરી હતી.

શાહિદ અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેના બાઇક કલેક્શનને ફ્લોન્ટ કરે છે. ગયા વર્ષે, શાહિદ બાઈક પર તેના નાના ભાઈ ઈશાન ખટ્ટર અને અન્ય ઘણા લોકો સાથે યુરોપની ટૂર પર ગયો હતો. આ દરમિયાન શાહિદે તેનો નવો વીડિયો શેયર કર્યો છે. આ વીડિયો એક્ટરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાહિદ તેનું જબરદસ્ત અને યુનિક હેલ્મેટ કલેક્શન બતાવતો જોવા મળી રહ્યો છે.

શાહિદ કપૂરે કહ્યું આ મારી લેડીઝ છે

વીડિયોની શરૂઆત શાહિદથી થાય છે. આ દરમિયાન, તે ફેન્સને તેના હેલ્મેટ કલેક્શન બતાવે છે. હેલ્મેટ બતાવતા શાહિદ કહે છે – આ મારી લેડીઝ છે. તેણીને મળો – આ જીલ છે, બીજી હેલ્મેટ બતાવે છે – આ એમી છે. આ બ્રિઆના, હેલ્ગા અને આ કિટ્ટી. આ રીતે શાહિદ તમામ હેલ્મેટને અલગ-અલગ નામથી બોલાવે છે.શાહિદે વીડિયો સાથે કેપ્શનમા લખ્યું છે- હેલ્મેટ-હેલ્મેટ. શાહિદનું આ કલેક્શન ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ફેન્સ આ વીડિયોને જોરદાર પસંદ કરી રહ્યા છે.

ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

શાહિદના બાઈક પ્રત્યેના પ્રેમને જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- ‘તમારી પાસે ઘણા હેલ્મેટ છે, મને પણ એક આપો.’ અન્ય યુઝરે લખ્યું- શાહિદને તેમની બાઈક અને હેલ્મેટ ખૂબ જ ગમે છે. ત્રીજા યુઝરે લખ્યું- અમને ખબર હતી કે તમને બાઈક્સ ગમે છે, આજે એ પણ ખબર પડી કે તમને હેલ્મેટ પણ એટલું જ ગમે છે. અન્ય એક યુઝરે લખ્યું – હેલ્મેટ વિશે જાગૃતિ લાવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">