AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan: શાહરૂખ ખાનના દીકરા આર્યને કપડાંના વ્યવસાયમાં ઝંપલાવ્યું, કેટલી હશે કિંમત? આ દિવસથી તમે ખરીદી પણ કરી શકશો

Aryan Khan News : શાહરૂખ ખાન ભલે બોલિવૂડનો સુપરસ્ટાર હોય, પરંતુ તેના પુત્ર આર્યનને એક્ટિંગમાં રસ નથી. તે લેખક અને દિગ્દર્શક બનવા માંગે છે. આ પહેલા તેણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે.

Aryan Khan: શાહરૂખ ખાનના દીકરા આર્યને કપડાંના વ્યવસાયમાં ઝંપલાવ્યું, કેટલી હશે કિંમત? આ દિવસથી તમે ખરીદી પણ કરી શકશો
Aryan Khan Lifestyle Brand
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 9:43 AM
Share

Aryan Khan Lifestyle Brand : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને 25 વર્ષની ઉંમરે કપડાંના વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે. અગાઉ તેણે તેની વોડકા બ્રાન્ડ લોન્ચ કરી હતી અને હવે તાજેતરમાં તેણે D’YAVOL X નામની તેની લક્ઝરી સ્ટ્રીટવેર બ્રાન્ડ લોન્ચ કરી છે. આ માટે આર્યનએ શાહરૂખ ખાન સાથે એક એડ પણ શૂટ કરી હતી. ખાસ વાત એ છે કે એડનું ડાયરેક્શન આર્યન પોતે જ કરતો હતો.

આ પણ વાંચો : Aryan Khan એ પોતાનો પહેલો પ્રોજેક્ટ શરૂ કર્યો, Suhana Khan અને ગૌરી ખાને કર્યો પ્રોત્સાહિત, Photo Viral

શાહરૂખ ખાને ભૂતકાળમાં તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે આર્યન ખાનની બ્રાન્ડનું લેધર જેકેટ પહેરેલો જોવા મળે છે. આર્યનનો બ્રાન્ડ લોગો X તેના જેકેટના હાથ પર પણ દેખાય છે. ડી’યાવોલ એક્સના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ બ્રાન્ડના કપડાંની ઘણી તસવીરો પણ શેર કરવામાં આવી છે.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

મોડેલો દ્વારા કપડાંની ઝલક બતાવવામાં આવી છે, જેમાં હૂડી અને ટી-શર્ટ વગેરેનો સમાવેશ થાય છે. જો કે આ કપડાની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ માટે તમારે કદાચ 30 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. જણાવી દઈએ કે આર્યન પોતાના બે મિત્રો સાથે મળીને આ બિઝનેસ શરૂ કર્યો છે.

30 એપ્રિલથી હશે સેલ

આર્યન ખાનની બ્રાન્ડના આ કપડાં 30 એપ્રિલથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. જો કે, જો તમે તેને ખરીદવા માંગતા હો, તો તમે તેને ફક્ત ઑનલાઇન જ ખરીદી શકશો. હાલમાં, આ સ્ટ્રીટવેરનું વેચાણ ફક્ત ઓનલાઈન કરવામાં આવશે. શાહરૂખે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે માત્ર થોડા કપડા જ વેચાણ માટે ઓફર કરવામાં આવશે. વાસ્તવમાં તેણે લખ્યું છે, લિમિટેડ રિલીઝ.

View this post on Instagram

A post shared by @dyavol.x

એક્ટિંગ નહીં, ડાયરેક્ટ અને લખશે આર્યન ખાન

શાહરૂખ ખાનની જેમ તેનો પુત્ર આર્યન હીરો નહીં બને. તેણે તાજેતરમાં જ તેનો પહેલો પ્રોજેક્ટ લખવાનું સમાપ્ત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાને આ લખાણ વેબ સિરીઝ માટે કર્યું છે. તેનું દિગ્દર્શન પણ તે પોતે કરશે. તે રેડ ચિલીઝના બેનર હેઠળ બનાવવામાં આવશે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સીરિઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે.

View this post on Instagram

A post shared by @dyavol.x

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
જનતાએ પાડી રેડ, પોલીસ સ્ટેશને જઈને P.I. વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">