ડ્રામા-કોમેડી સિરીઝથી ડેબ્યૂ કરશે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, વાંચો ડિટેલ્સ

|

Aug 12, 2022 | 3:31 PM

શાહરૂખનો પુત્ર આર્યન ખાન (Aaryan Khan) વેબ સિરીઝ લેખનનું કાર્ય સંભાળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બે-ત્રણ મહિનામાં લેખનનું કામ પૂરું કરશે.

ડ્રામા-કોમેડી સિરીઝથી ડેબ્યૂ કરશે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, વાંચો ડિટેલ્સ
aryan-khan

Follow us on

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાને (Aaryan Khan) પણ સિનેમા જગતમાં એન્ટ્રી કરી લીધી છે. આર્યન ખાન એક્ટર નહીં બને પરંતુ તે કેમેરા પાછળ પણ કામ કરશે. આ વાત તેને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ શાહરૂખનો પુત્ર આર્યન ખાન એક વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આર્યન ખાન વેબ સિરીઝનું લેખનનું કામ સંભાળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બે-ત્રણ મહિનામાં લેખનનું કામ પૂરું કરશે.

કોમેડી વેબ સિરીઝ લખી રહ્યો છે આર્યન ખાન

મીડિયામાં રિપોર્ટ્સ મુજબ આર્યન ખાન એક કોમેડી વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે. સટાયરથી ભરેલી આ વેબ સિરીઝમાં એક એક્ટરનું સ્ટ્રગલ બતાવવામાં આવશે, જે મુંબઈમાં આગળ વધવા માટે મુશ્કેલીઓ સહન કરે છે અને કામ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેબ સિરીઝની વાર્તા આવી હશે, જે દરેકના દિલને સ્પર્શી જશે. આ વેબ સિરીઝમાં કોમેડી અને મસ્તી પણ જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાનની આ વેબ સિરીઝ પર કામ આવતા વર્ષે 2023ના પહેલા ક્વાર્ટરમાં શરૂ થશે. વેબ સિરીઝ વિશે વધુ માહિતી સામે આવી નથી. પરંતુ વેબ સિરીઝને રેડ ચિલીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.

શાહરૂખ પણ લાંબા સમય પછી પડદા પર મળશે જોવા

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ લાંબા સમય બાદ મોટા પડદા પર જોવા મળશે. શાહરૂખની છેલ્લી ફિલ્મ ઝીરો હતી, જેનું આનંદ એલ. રાયે નિર્દેશન કર્યું હતું. શાહરૂખ પાંચ વર્ષ પછી કમબેક કરી રહ્યો છે. વર્ષ 2023માં શાહરૂખ ખાનની ત્રણ બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થશે, જેમાં એટલી કુમારની જવાન, રાજકુમાર હિરાનીની ડંકી અને સિદ્ધાર્થ આનંદની પઠાણનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની જબ હેરી મેટ સેજલ, ઝીરો અને ફેન બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. શાહરૂખની પુત્રી સુહાના પણ ઝોયા અખ્તરની ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન તેની નવી સફર પર છે. અગાઉ પણ આર્યન ખાનનું નામ વિવાદોમાં આવી ચુક્યું છે. ડ્રગ્સ કેસમાં નામ સામે આવતા આર્યન ખાનને જેલ જવું પડ્યું હતું.

Next Article