AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગદર, પઠાણને ટક્કર આપશે શાહરૂખ ખાનની ‘જવાન’, એડવાન્સ બુકિંગે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ જવાનની (Jawan) આતુરતાથી તેના ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ભારતમાં તેનું એડવાન્સ બુકિંગ હજુ શરૂ થયું નથી, પરંતુ લોકોએ અમેરિકા સહિત ઘણા દેશોમાં ટિકિટ ખરીદવાનું શરૂ કરી દીધું છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે વિદેશમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની શકે છે.

ગદર, પઠાણને ટક્કર આપશે શાહરૂખ ખાનની 'જવાન', એડવાન્સ બુકિંગે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
JawanImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 7:26 PM
Share

સુપરસ્ટાર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ જવાનની (Jawan) ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. આ ફિલ્મ આવતા મહિને 7 સપ્ટેમ્બરે બિગ સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવાને 20 દિવસથી વધુ સમય બાકી છે તેમ છતાં દુનિયાભરમાંથી એડવાન્સ બુકિંગના સમાચારે બધાને દંગ કરી દીધા છે. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જવાન વિદેશી બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનની પઠાણને ટક્કર આપશે.

છેલ્લા એક સપ્તાહથી બોક્સ ઓફિસ પર સની દેઓલની ફિલ્મ ગદર ધૂમ મચાવી રહી છે, પરંતુ હવે જવાનના ઓવરસીઝ બુકિંગના આંકડાઓએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. સૈકનીલ્કના રિપોર્ટ મુજબ જવાનની ટિકિટના પ્રી-સેલ્સે પઠાણ ફિલ્મને ઘણી જગ્યાએ પાછળ છોડી દીધી છે.

અમેરિકામાં શાહરૂખના જવાન માટે લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુએસ ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર વેંકી રિવ્યુઝના ટ્વિટ મુજબ યુએસએમાં જવાનની લગભગ 4800 ટિકિટ વેચાઈ છે, જેની કિંમત 61,67,763 રૂપિયા ($74200) છે. આ ટિકિટો 289 સ્થળો અને 1334 શો માટે વેચાઈ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝના લગભગ ત્રણ અઠવાડિયા બાકી છે. એવું માનવામાં આવે છે કે રિલીઝ સુધી આ આંકડો તમામ રેકોર્ડ તોડી શકે છે.

પઠાણને પાછળ છોડશે જવાન?

પઠાણને નોર્થ અમેરિકામાં જ 1.85 મિલિયન ડોલર એટલે કે રૂ. 15 કરોડથી વધુની ઓપનિંગ મળી છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ જવાન આ આંકડો સરળતાથી પાર કરી લેશે. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ ઓવરશીઝ બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાથી વધુનો ઓપનિંગ બિઝનેસ કરી શકે છે. જો આમ થશે તો તે બોલિવુડની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ હશે. પઠાણે વિદેશમાં 37 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

માત્ર અમેરિકા જ નહીં, યુનાઈટેડ અરબ અમીરાત, જર્મની અને ઓસ્ટ્રેલિયામાં પણ જવાનનું એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. પરંતુ ભારતમાં ફેન્સે હજુ એડવાન્સ બુકિંગ માટે રાહ જોવી પડશે. મેકર્સે હજુ સુધી એડવાન્સ બુકિંગ શરૂ કરવાનો કોઈ નિર્ણય લીધો નથી.

આ પણ વાંચો : લાઈવ શો દરમિયાન સ્ટેજ પર પડ્યો હતો નિક જોનસ, પડ્યા પછી આવી હતું રિએક્શન, જુઓ Video

ગદર 2 ને ટક્કર આપશે જવાન?

ગદર 2 બમ્પર કમાણી કર્યા પછી પણ પઠાણના ઓવરશીઝ અને સ્થાનિક બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી શકી નથી. પરંતુ પઠાણ પછી ગદર ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જવાન વિદેશની સાથે-સાથે દેશમાં પણ બમ્પર બિઝનેસ કરશે અને તમામ રેકોર્ડ તોડશે.

એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે આ વખતે શાહરૂખની ફિલ્મ સાઉથ માર્કેટમાં પણ સારો બિઝનેસ કરશે. ફિલ્મમાં નયનતારા છે અને તેનું નિર્દેશન અટલી દ્વારા કરવામાં આવ્યું છે, આવામાં સાઉથના ફેન્સમાં પણ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
g clip-path="url(#clip0_868_265)">