‘Salman Khan સાથે લગ્ન કરવા માંગતી…’ નેશનલ TV પર Arishfa Khan એ જણાવી દિલની વાત

બિગ બોસ 20માં પોતાના દમદાર ગેમ પ્લેથી ચર્ચામાં આવેલી અરિશ્ફા ખાને વીકેન્ડ કા વાર પર સલમાન ખાન અંગે મોટો ખુલાસો કર્યો છે. બાળપણના ક્રશથી લઈને સાથે કામ કરવાની ઈચ્છા સુધીની અરિશ્ફાની વાતોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી છે.

Salman Khan સાથે લગ્ન કરવા માંગતી... નેશનલ TV પર Arishfa Khan એ જણાવી દિલની વાત
| Updated on: Nov 23, 2026 | 8:14 PM

Bigg Boss 20માં Arishfa Khan આજકાલ છવાયેલી છે. અરિશ્ફાના ગેમ પ્લેને લોકો પસંદ કરી રહ્યા છે. 23 વર્ષની અરિશ્ફાએ મોટા-મોટા લોકોને હંફાવી દીધા છે. આ દરમિયાન અરિશ્ફા ખાને વીકેન્ડ કા વાર પર મોટો ખુલાસો કર્યો છે. અરિશ્ફાએ સલમાન ખાન અંગે એવી વાત કહી દીધી છે કે, બધા લોકો ગદગદ થઈ ગયા છે.

અરિશ્ફા ખાને કર્યો ખુલાસો

એમ તો Bollywood અને TV ની ઘણી મોટી અભિનેત્રીઓ સલમાન ખાન પર ફિદા છે પરંતુ હવે અરિશ્ફા ખાને પણ સલમાન ખાન માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરી દીધો છે. Weekend Ka Vaar પર અરિશ્ફા ખાને કહ્યું કે, સલમાન ખાન તેના બાળપણના ક્રશ છે. તે એ સમયે સલમાન સાથે લગ્ન કરવા માંગતી હતી.


અરિશ્ફાની આ વાતો સાંભળીને સલમાન ખાન પણ શરમાઈ ગયા. અરિશ્ફાએ સલમાન ખાનને કહ્યું કે, તે તેમની સાથે કામ કરવા માંગે છે. તેના પર સલમાન ખાને કહ્યું કે, તે ચોક્કસ તેની સાથે આગળ કામ કરશે. સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને અરિશ્ફા ખાન વિશે લોકો ખૂબ વાતો કરી રહ્યા છે.

છવાયેલી રહે છે Arishfa Khan

અરિશ્ફા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.


અરિશ્ફાની દરેક પોસ્ટ ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ટિકટોકના સમયમાં અરિશ્ફાએ ધૂમ મચાવી દીધી હતી. ત્યારબાદ તે ઈન્સ્ટા પર પણ છવાઈ ગઈ. અરિશ્ફા ખાનની ફેન ફોલોઈંગ પણ ઘણી જબરદસ્ત છે.

ઈન્સ્ટાગ્રામ પર અરિશ્ફા ખાનને 30 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. હવે જોવું એ રસપ્રદ રહેશે કે, અરિશ્ફા બિગ બોસ 20 જીતી શકે છે કે નહીં…?

Breaking News : 12 લાખ 50 હજાર રૂપિયાના KBCના પ્રશ્ને પંજાબમાં વિવાદ ઉભો કર્યો, અમિતાભ બચ્ચન અને સોની ટીવીને કાનૂની નોટિસ મળી

Follow Us
Loading...
Unable to load recommendations.