સલમાન ખાનને મળશે લાઇસેન્સી હથિયાર, બિશ્નોઈ ગેંગે આપી હતી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ કમિશનરને મળ્યા એક્ટર

|

Jul 26, 2022 | 8:08 PM

બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળ્યા બાદ સલમાન ખાને (Salman Khan) લાયસન્સવાળા હથિયાર માટે અરજી કરી હતી. સમાચાર છે કે તેને મુંબઈ માટે લાયસન્સ મળશે. પરંતુ સંઘર્ષ નામની એક સંસ્થાએ તેનો વિરોધ કર્યો છે.

સલમાન ખાનને મળશે લાઇસેન્સી હથિયાર, બિશ્નોઈ ગેંગે આપી હતી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ કમિશનરને મળ્યા એક્ટર
Salman Khan

Follow us on

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (sidhu moose wala) હત્યા બાદ બિશ્નોઈ ગેંગે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બિશ્નોઈ ગેંગે સલમાન ખાન અને તેના પિતાને ધમકીભર્યો પત્ર પણ મોકલ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં તેને સિંગર સિદ્ધુ મૂસેવાલા સાથે મળાવવામાં આવશે, એટલે કે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. ત્યારથી મુંબઈ પોલીસ તેની સુરક્ષાને લઈને એલર્ટ થઈ ગઈ છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સલમાન ખાને હથિયારના લાયસન્સ માટે અરજી કરી છે. આ વિશે તેઓ મુંબઈ પોલીસ કમિશનરને પણ મળ્યા હતા. આ સમાચાર વિશે અપડેટ છે કે ફિલ્મ એક્ટરને પિસ્તોલ અથવા રિવોલ્વરનું લાઇસન્સ મળશે. પરંતુ એક એનજીઓએ મુંબઈ પોલીસને પત્ર લખીને હથિયાર રાખવાની પરમિશન આપવા સામે વાંધો ઉઠાવ્યો છે.

પોલીસ સૂત્રોનું કહેવું છે કે સલમાન ખાન એક મોટી સેલિબ્રિટી છે અને જો તેનો જીવ જોખમમાં હોય અને તેને હથિયાર માટે લાયસન્સ જોઈતું હોય તો તેને આપવું પડશે. સલમાન પર જે પણ આરોપો લાગેલા છે તે ક્રિમિનલ બેકગ્રાઉન્ડના નથી. મુંબઈ પોલીસ તેમને મુંબઈ વિસ્તાર સુધીનું લાઇસન્સ આપશે અને જો તેમને મહારાષ્ટ્ર અથવા સમગ્ર દેશનું લાઇસન્સ જોઈતું હોય તો તેમણે મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયને અરજી કરવી પડશે.

22મી જુલાઈએ પોલીસ કમિશનરને મળ્યો હતો સલમાન ખાન

સલમાન ખાને 27 જૂને લાયસન્સવાળા હથિયાર માટે અરજી કરી હતી અને પિસ્તોલ અથવા રિવોલ્વરની માગ કરી હતી. પરમિશન મળ્યા બાદ સલમાન પિસ્તોલ કે રિવોલ્વર ખરીદશે જે તેને મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં બતાવવાની રહેશે. આ સંબંધમાં સલમાન 22 જુલાઈએ મુંબઈ પોલીસ કમિશનરને મળવા પણ ગયો હતો. આ મુલાકાતને લઈને એવી અટકળો ચાલી રહી હતી કે સલમાન ખાન કમિશનરને મળવા કેમ આવ્યો? સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સલમાન ખાનની આ મુલાકાત લાયસન્સવાળા હથિયારને લઈને થઈ હતી.

આ પણ વાંચો

સંઘર્ષ સંસ્થાએ લાયસન્સનો કર્યો વિરોધ

પોતાની આત્મરક્ષા માટે સલમાન ખાને મુંબઈ પોલીસને હથિયાર માટે અરજી કરી હતી. સંઘર્ષ નામની એક સામાજિક સંસ્થાના અધ્યક્ષ પૃથ્વીરાજ મહાસ્કેએ સલમાન ખાનને લાયસન્સવાળા હથિયારો આપવા સામે વાંધો ઉઠાવ્યો છે. મહસ્કેએ લેટરમાં લખ્યું છે કે સલમાન ખાન એગ્રેસિવ નેચરનો વ્યક્તિ છે. ભૂતકાળમાં તેની સામે ઘણાં ક્રિમિનલ કેસ નોંધાયેલા હતા. તેના પર હિટ એન્ડ રન કેસ, ઐશ્વર્યા રાય સાથે મારપીટ, એક પત્રકાર સાથે મારપીટનો કેસ છે. આને ધ્યાનમાં રાખીને તેમને લાયસન્સવાળા હથિયારો આપવા જોઈએ નહીં.

Next Article