સલમાન ખાન ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, પનવેલ ફાર્મફાઉસની આજુબાજુ આંટાફેરા માર્યા હતા

|

Apr 19, 2024 | 5:21 PM

સલમાન ખાન ફાયરિંગ કેસમાં શૂટર વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસ સાથે જોડાયેલી વધુ માહિતી પણ શેર કરી છે. શૂટર ફાયરિંગ માટે ખાસ ટ્રેનિંગ પણ લીધી હતી.

સલમાન ખાન ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, પનવેલ ફાર્મફાઉસની આજુબાજુ આંટાફેરા માર્યા હતા

Follow us on

સલમાન ખાન ઘર પર ફાયરિંગ મામલે 2 આરોપીઓની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પુછપરછ કરી રહી છે, ત્યાારબાદ અનેક ખુલાસા પણ કર્યા છે. હવે સલમાન ખાનના ગેલેક્સી ઘર પર ફાયરિંગ મામલે શૂટર સાગર પાલે નવી જાણકારી આપી છે. જેને સાંભળી તમે પણ ચોંકી જશો. શૂટર સલમાન ખાનના ગેલેક્સી મકાનમાં ફાયરિંગ કરવા માટે બિહારમાં ગોળી ચલાવવાની ખાસ ટ્રેનિંગ પણ લીધી હતી.

શૂટરે લીધી હતી ખાસ ટ્રેનિંગ

સલમાન ખાન ફાયરિંગ મામલે પુછપરછ બાદ ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે, શૂટર સાગર પાલે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં પોતાના ગામની પાસે બંદૂક ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી. તપાસમાં એ પણ જાણ થઈ કે, આરોપીઓએ મુંબઈમાં ફાયરિંગથી 4-5 દિવસ પહેલા સલમાન ખાનના પનવેલ ફાર્મફાઉસની આજુબાજુ (રેકી) આંટાફેરા માર્યા હતા. ફાયરિંગની યોજના મુંબઈમાં નક્કી કરવામાં આવી હતી. શરુઆતની તપાસમાં સ્પષ્ટ થયું કે, તેમનો ઉદ્દેશ્ય આતંક ફેલાવવાનો હતો કારણ કે મુંબઈમાં સલમાનના ઘર પર ફાયરિંગને મીડિયા કવરેજ અને પ્રસિદ્ધિ વધુ મળે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

 

બંન્ને શૂટરની ભુજથી અંદાજે 40 કિમી દુરથી ધરપકડ કરવામાં આવી

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કર્યા બાદ શૂટરની ઓળખ કરવામાં આવી અને તેમની ભુજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. બંન્ને આરોપીઓને પકડવા માટે ભુજ પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ બંન્ને શૂટરની ભુજથી અંદાજે 40 કિમી દુરથી ધરપકડ કરવામાં આવી છે.સલમાન ખાનને ધમકી અને ઘર પર ફાયરિંગ થયા બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અભિનેતાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સલીમ ખાન અને સલમાન ખાન સાથે વાતચીત કરી અને પ્રોટેક્શનનું પણ આશ્વાસન આપ્યું હતુ.

 

 

 

સમગ્ર ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈની ગેંગે સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે તેઓએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરાવ્યું છે.સલમાન ખાન  પનવેલ ફાર્મફાઉસમાં અનેક વખત પરિવાર સાથે મોજ મસ્તી કરતો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : જીંદગી ઝંડવા ફિર ભી ઘમંડવા જેવા ડાયલોગ ફિલ્મો કરતા ડાયલોગથી વધુ ફેમસ છે આ અભિનેતા, આવો છે પરિવાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article