Breaking News: ‘સૌથી મોટો પાખંડ…’ ભાઈજાનની હરકત પર ભડક્યા ફેન્સ, સલમાન ખાનની આબરૂના ધજાગરા ઉડ્યા

સુપરસ્ટાર સલમાન ખાન તાજેતરમાં જ 'બિગ બોસ 20' ના 'વીકેન્ડ કા વાર' માં ડીપફેક વીડિયોઝ અને પાપારાઝીઓ સામે કડક વલણ અપનાવવા બદલ ખૂબ પ્રશંસા મેળવી રહ્યો હતો. હવે આ જ પ્રશંસા વચ્ચે ભાઈજાન અચાનક શોની કન્ટેસ્ટન્ટ કનિકા માનના ફેન્સના નિશાના પર આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને લોકો સલમાન ખાનને 'પાખંડી' કહીને ટ્રોલ કરી રહ્યા છે.

Breaking News: સૌથી મોટો પાખંડ... ભાઈજાનની હરકત પર ભડક્યા ફેન્સ, સલમાન ખાનની આબરૂના ધજાગરા ઉડ્યા
| Updated on: Sep 28, 2026 | 4:48 PM

રિયાલિટી શો બિગ બોસના હોસ્ટ સલમાન ખાન (Salman Khan) સોશિયલ મીડિયા પર છવાયેલો છે. સલમાન બિગ બોસ 20ના વીકેન્ડ કા વારમાં ટ્રોલર્સ, ડીપફેક અને એક્ટ્રેસીસના બેકશોટ લેવા વાળા પાપારાઝીઓને લતાડ લગાવતા નજરે પડ્યો હતો. આ કારણે સલમાનની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.

ફેન્સથી લઈને સેલેબ્સ સુધીના લોકોએ સલમાનનો સપોર્ટ કર્યો છે પરંતુ હવે અચાનક જ ભાઈજાન બિગ બોસ 20 (Bigg Boss 20) ની કન્ટેસ્ટન્ટ કનિકા માનના ફેન્સના હાથે ચડી ગયા છે. કનિકા માન (Kanika Mann) ના ફેન્સ સલમાનને ટ્રોલ કરી રહ્યા છે અને તેને પાખંડનો ટેગ આપ્યો છે.

કનિકા માનના ફેને સલમાન ખાનને કર્યો Troll

બિગ બોસ 20 માં કનિકા માન પોતાની ગેમ કરતા વધારે પોતાના હાવભાવના કારણે ચર્ચામાં બનેલી છે. કનિકાની સ્ટાઇલની નકલ સલમાન ખાન વીકેન્ડ કા વારમાં સતત ઉતારતા નજરે પડે છે.

આ વાત મસ્તી-મજાકમાં થતી હોય છે અને કનિકા માન પણ આ વાતનું ખોટું નથી લગાડતી. જો કે, કનિકા માનના ફેન્સને સલમાન ખાનની આ હરકત પસંદ નથી આવી.

સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ સલમાનને પાખંડનો ટેગ આપ્યો છે. લોકોનું કહેવું છે કે, સલમાન ખાને કેટરીના કૈફના સપોર્ટમાં અવાજ ઉઠાવ્યો હતો, જ્યારે તે વધતા વજન માટે ટ્રોલ થઈ રહી હતી અને હવે ખુદ સલમાન ખાન જ કનિકા માનની મજાક ઉડાવી રહ્યો છે.

સલમાનને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, ‘સલમાન ખાન કનિકાને ટ્રોલ કરી શકે છે પરંતુ બીજા તેની એક્સ કેટરીનાને ટ્રોલ ન કરી શકે. આ સૌથી મોટો પાખંડ છે.’ આ સિવાય પણ ઘણા યુઝર્સ છે, જેઓ સલમાન ખાનની આ હરકતથી ખુશ નથી.

ડીપફેક વિરુદ્ધ બોલ્યો Salman Khan

જણાવી દઈએ કે, સલમાન ખાને આ વીકેન્ડ કા વારમાં ડીપફેક વીડિયો બનાવવા વાળા લોકોને જેલમાં મોકલવાની વાત કરી હતી. સલમાને આવા લોકોને ફટકાર લગાવતા કહ્યું હતું કે, ‘જે લોકોને નથી ખબર કે, તે એઆઈ (AI) વીડિયો છે; તેવા લોકો આને પોસ્ટ કરી દેશે પરંતુ જે લોકોએ આ વીડિયો બનાવ્યો છે, તેઓ કેવા પ્રકારના લોકો છે? આવા લોકોને જેલમાં ધકેલી દેવા જોઈએ. આ લોકો જ્યાં સુધી જેલમાં નહીં જાય, ત્યાં સુધી આ રોકાવાનું નથી.’

સલમાન ખાને આવું કરવા વાળા લોકો પર પોતાની નારાજગી વ્યક્ત કરતા સરકારને સોશિયલ મીડિયા પર કડક સેન્સરશિપ લાગુ કરવાની અપીલ કરી.

અક્ષય કુમારની લોટરી લાગી! રિલીઝ પહેલા જ આ ફિલ્મે છાપ્યા ‘કરોડો’, આખું બોક્સ ઓફિસ હલાવી નાખ્યું

Follow Us
Loading...
Unable to load recommendations.