ઘર પર ફાયરિંગની ઘટના બાદ પહેલી વખત ગેલેક્સીની બહાર નીક્ળ્યો સલમાન ખાન, જુઓ વીડિયો

|

Apr 16, 2024 | 12:18 PM

ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાન પહેલી વખત ઘરની બહાર નીકળ્યો છે. તેને જોઈ ચાહકો ખુબ ખુશ થયા છે. થોડી જ મિનિટોમાં હેશટેગ સલમાન ખાન ટ્રેંડ થઈ રહ્યું છે.હજુ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

ઘર પર ફાયરિંગની ઘટના બાદ પહેલી વખત ગેલેક્સીની બહાર નીક્ળ્યો સલમાન ખાન, જુઓ વીડિયો

Follow us on

બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબારીની ઘટના બાદ પહેલી વખત ઘરની બહાર જોવા મળ્યા હતા. તેને ઘરની બહાર જોતા ચાહકો ખુબ ખુશ થયા હતા.સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તે તેના કાફલા સાથે ઘરની બહાર જઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર હૈશ ટેગ સલમાન ખાન ટ્રેંડ થઈ રહ્યો છે. લોકો પોતાનું રિએક્શન પણ આપી રહ્યા છે.ઘટના બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, સલમાન ખાન કોઈ પણ પ્રોજેક્ટનું શૂટિંગ કે તેની સાથે જોડાયેલા કામમાં પ્રભાવિત થવા દેશે નહિ, સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

 

 

 

દબંગ ખાન પોતાની બ્લેક કારમાં બહાર નીકળ્યા

આ ધમકીઓ વચ્ચે થોડા દિવસ પહેલા જ તેના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતુ અને ભાઈજાનને ડરાવવામાં આવ્યા હતા. પરિવાર અને સલમાન ખાનના ચાહકોનું રિએક્શન આવવા લાગ્યું છે આ વચ્ચે દબંગ ખાન પોતાની બ્લેક કારમાં બહાર નીકળી ચાહકોને ખુશી થઈ છે. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફાયરિંગની ઘટના બાદ પહેલી વખત સલમાન ખાન ઘરની બહાર નીકળ્યો છે.

 

 

ફાયરિંગ કરનાર બંન્ને શૂટરની પોલીસે ધરપકડ

લોક આ વીડિયો પર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, દમ હોય તો કોઈ રોકીને દેખાડે, કોઈએ કહ્યું ટાઈગર અભી ઝિંદા હૈ. એક ચાહકે કહ્યું ડરી જાઈ તો સલમાન ખાસ કઈ વાતનો.જેવી સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે. ત્યારથી સુપરસ્ટારથી લઈ ચિંતિત થઈ ગયા છે. લોરેન્સ બિશ્રોઈ ગેંગે આ સમગ્ર ઘટનાની જવાબદારી લીધી છે. હજુ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ફાયરિંગ કરનાર બંન્ને શૂટરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો : ફાયરિંગના એક દિવસ બાદ સલમાન ખાને વીડિયો શેર કર્યો, આપી આ મોટી માહિતી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article