Sidhu Moose Walaના ચાહકો માટે સારા સમાચાર, Salim Merchant આ દિવસે રિલીઝ કરશે નવું ગીત

|

Aug 26, 2022 | 9:31 AM

સલીમ મર્ચન્ટે (Salim Merchant) ગયા વર્ષે 2021માં સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) સાથે ચંદીગઢમાં એક ગીત રેકોર્ડ કર્યું હતું, જે હવે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.

Sidhu Moose Walaના ચાહકો માટે સારા સમાચાર, Salim Merchant આ દિવસે રિલીઝ કરશે નવું ગીત
siddhu muse wala

Follow us on

જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala) નિઃશંકપણે આજે આપણી વચ્ચે નથી. પરંતુ તે આજે પણ તેના પરિવાર અને ચાહકોના દિલમાં જીવંત છે. તેમના ગયા પછી પણ ચાહકો સિદ્ધુ મુસેવાલાને યાદ કરે છે. ઘણીવાર સિદ્ધુ દ્વારા ગાયેલા ગીતો અને જૂના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે. પરંતુ આ દરમિયાન સિદ્ધુ મુસેવાલાના ચાહકો માટે એક સમાચાર આવ્યા છે, જે સાંભળીને ચાહકો ખુશ થઈ જશે. તમને જણાવી દઈએ કે, લોકોના ફેવરિટ સિંગર સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત રિલીઝ થઈ રહ્યું છે. બોલિવૂડના મ્યુઝિક ડાયરેક્ટર સલીમ મર્ચન્ટે (Salim Merchant) પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

સલીમ મર્ચન્ટે સોશિયલ મીડિયા પર શેર કરી છે પોસ્ટ

તમને જણાવી દઈએ કે, સલીમ મર્ચન્ટે 2021માં સિદ્ધુ મુસેવાલા સાથે ચંદીગઢમાં એક ગીત રેકોર્ડ કર્યું હતું. જે હવે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આ અંગે સલીમ મર્ચન્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે. પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું- બધાને નમસ્કાર. ઘણા લોકો મને પૂછતા હતા કે, તમે સિદ્ધુ મુસેવાલા સાથે રેકોર્ડ કરેલું ગીત ક્યારે રિલીઝ થવાનું છે. સલીમ વધુમાં કહે છે કે, હવે સમય આવી ગયો છે કે ગીત રિલીઝ થવું જોઈએ. આ ગીત 2 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તેણે વધુમાં કહ્યું કે, ગયા વર્ષે અમે આ ગીત રેકોર્ડ કર્યું હતું. હું અફસાના ખાનને મળ્યો અને તેણે મને સિદ્ધુ મુસેવાલા સાથે મુલાકાત કરાવી. સિદ્ધુ મુસેવાલા પાસે તેમના લોકો અને સમુદાય માટે શું છે તે જાણીને મને ખૂબ આનંદ થયો. આ પછી તેણે સિદ્ધુ મુસેવાલા સાથે કામ કરવાનું નક્કી કર્યું.

જુઓ સલીમ મર્ચન્ટની પોસ્ટ…

કમાણી પરિવાર સાથે વહેંચવામાં આવશે

તમને જણાવી દઈએ કે દિવંગત ગાયકનું નવું ગીત સિદ્ધુ મુસેવાલાના ચાહકો માટે કોઈ મોટી ભેટથી ઓછું નથી. ખાસ વાત એ છે કે આ ગીતની કમાણીનો એક ભાગ સિદ્ધુ મુસેવાલાના પરિવારને આપવામાં આવશે. જણાવી દઈએ કે, સલીમ મર્ચન્ટે વધુમાં જણાવ્યું કે, સિદ્ધુએ આ ગીત દિલથી ગાયું છે. આ એક ભાવનાત્મક છે. તેઓ આજે આપણી વચ્ચે નથી. અમે આ ગીતને શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરી રહ્યા છીએ.

Next Article