સાલાર બોક્સ ઓફિસ કલેક્શન: દુનિયાભરમાં પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ની ધૂમ, 3 દિવસમાં જ કરી 400 કરોડની કમાણી
ફિલ્મે ઓપનિંગ ડે પર જ દુનિયાભરમાં 178.7 કરોડનો બિઝનેસ કરી લીધો હતો, ત્યારે બીજા દિવસે સાલારનું કલેક્શન 295.7 કરોડ રૂપિયા હતું. જો કે ત્રીજા દિવસે જ તમામ રેકોર્ડ તોડતા 402 કરોડની કમાણી દુનિયાભરમાંથી કરી લીધી છે.

પ્રભાસની ‘સાલાર’ ફિલ્મ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ખાનસારની અદ્ધુત દુનિયા અને મિત્રતાથી દુશ્મનાવટ સુધીની આ કહાની, ઓડિયન્સના દિલમાં ઉતરી ગઈ છે. પ્રભાસની ફિલ્મે ધમાકેદાર ઓપનિંગ કરતા તમામ રેકોર્ડ તોડી દીધા છે. જ્યાં પ્રથમ દિવસે જ ફિલ્મ વર્લ્ડ વાઈડ 178.7 કરોડની રેકોર્ડબ્રેક શરૂઆત કરી હતી અને માત્ર 3 દિવસમાં જ 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જે વસ્તુ માટે પ્રભાસ ઓળખાય છે, તે કમાલ તેને ફિલ્મમાં પણ કરી બતાવ્યો છે.
પ્રભાસની આ ફિલ્મ સામે અન્ય મોટી-મોટી ફિલ્મોના રેકોર્ડ ચકનાચુર થઈ ગયા છે. જ્યાં ફિલ્મે ભારતમાં અત્યાર સુધી કુલ 208.05 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, ત્યારે બીજી તરફ દુનિયાભરમાં ફિલ્મ ઝડપી જ 500 કરોડના ક્લબમાં એન્ટ્રી કરવાની છે.
દુનિયાભરમાં પ્રભાસનો ડંકો
પ્રભાસની સાલાર ફિલ્મનો ક્રેજ લોકોની વચ્ચે જોઈ શકાય છે. તાજેત્તરમાં જ સાલારનું વર્લ્ડવાઈડ કલેક્શન સામે આવ્યું છે, જેને જોઈને ફેન્સ પણ ખુશીથી પાગલ થઈ ગયા છે. વર્ષ 2023 ખત્મ થયા પહેલા પ્રભાસે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામે વધુ એક સક્સેસફૂલ ફિલ્મ કરી દીધી છે. 3 દિવસમાં જ ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડનો આંકડો પાર લીધો છે.
જ્યાં ફિલ્મે ઓપનિંગ ડે પર જ દુનિયાભરમાં 178.7 કરોડનો બિઝનેસ કરી લીધો હતો, ત્યારે બીજા દિવસે સાલારનું કલેક્શન 295.7 કરોડ રૂપિયા હતું. જો કે ત્રીજા દિવસે જ તમામ રેકોર્ડ તોડતા 402 કરોડની કમાણી દુનિયાભરમાંથી કરી લીધી છે. જલ્દી જ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.
ભારતમાં પણ સાલારનું તોફાન
દુનિયાભરમાં તો પ્રભાસની ફિલ્મ ધૂમ મચાવી રહી છે પણ ભારતીય માર્કેટમાં પણ ફિલ્મની આંધી અટકવાનું નામ લઈ રહી નથી. ઓપનિંગ ડે પર જ 90 કરોડથી વધારેનો વેપાર કરી પ્રભાસે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લીધા હતા. જો કે બીજા દિવસે કારોબારમાં મોટો ઘટાડો આવ્યો હતો. જો કે ત્રીજા દિવસે ભારતીય માર્કેટમાં ફિલ્મે 62.05 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યારે જો કુલ 3 દિવસની વાત કરીએ તો ફિલ્મે 208.05 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્રિસમસ પર ફિલ્મને કેટલો ફાયદો થાય છે?
