ઋતિક રોશન સાથે સબાને જોઈને યુઝર્સને આવી કંગના રનૌતની યાદ, જુઓ Viral Video
સબા આઝાદને (Saba Azad) વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ 'મુઝસે ફ્રેન્ડશિપ કરોગે'થી ઓળખ મળી હતી. સબાએ અત્યાર સુધી ઘણી શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવુડનો હેન્ડસમ હંક ઋતિક રોશન હાલમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજા પર પ્રેમ વરસાવતા રહે છે. બોલિવુડના શાનદાર કપલ ઋતિક અને સબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સબા આઝાદ વ્હાઈટ કલરના ડ્રેસમાં કર્લી હેર સાથે જોવા મળી રહી છે. ઋતિક અને સબાના આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે કંગના રનૌતની યાદ આવી ગઈ. જે બાદ ફેન્સ સબાની તુલના કંગના સાથે કરી રહ્યા છે.
અહીં જુઓ વાયરલ વીડિયો
View this post on Instagram
યુઝરે કંગના રનૌત સાથે કરી તુલના
ઋતિક રોશન અને સબા આઝાદનો આ વીડિયો સોની લિવની અપકમિંગ વેબ સીરિઝ ‘રોકેટ બોયઝ 2’ના સ્ક્રીનિંગ દરમિયાનનો છે, જ્યાં બંને સ્ટાર્સ સાથે આવ્યા હતા. આ વાયરલ વીડિયોમાં સબા આઝાદને જોઈને ફેન્સ તેની સરખામણી કંગના રનૌત સાથે કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘તે કંગના રનૌત જેવી લાગે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ છોકરીમાંથી કંગના જેવી વાઈબ્સ આવી રહ્યા છે.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘સસ્તી કંગના લાગી રહી છે.’ તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ હોવાની સાથે સાથે સબા આઝાદ એક સિંગર પણ છે અને તેણે ઘણી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.
આ પણ વાંચો : Oscars 2023: ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો ઓસ્કાર એવોર્ડનું Live Streaming
‘રોકેટ બોયઝ 2’ 16 માર્ચથી થશે સ્ટ્રીમ
સબા આઝાદ છેલ્લે સોની લિવની વેબ સિરીઝ ‘રોકેટ બોયઝ’માં જોવા મળી હતી. તેની બીજી સિઝનમાં પણ સબા આઝાદ ફરી એકવાર વકીલ પરવાના ઈરાનીના રોલમાં જોવા મળશે. ‘રોકેટ બોયઝ 2’નું સ્ટ્રીમિંગ સોની લિવ પર 16 માર્ચથી થવા જઈ રહ્યું છે. આ સિરીઝની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. સબા આઝાદે વર્ષ 2008માં ફિલ્મ ‘દિલ કબડ્ડી’થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં સબા એક્ટર રાહુલ બોસની સાથે જોવા મળી હતી. આ સિવાય સબા આઝાદ લાઈવ કોન્સર્ટ પણ કરે છે. હાલમાં જ ઋતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન પણ સબાના કોન્સર્ટ જોવા પહોંચી હતી.