RRR Box Office Collection: અનસ્ટોપેબલ SS રાજામૌલીની ફિલ્મ, RRRની કમાણી વિશ્વભરમાં 800 કરોડને પાર

|

Apr 03, 2022 | 12:48 PM

રાજામૌલીની ફિલ્મે આ સાથે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. તે જ સમયે ફિલ્મ બોક્સ ઓફિસ પર નોટો છાપી રહી છે. રાજામૌલીની ફિલ્મે કમાણીના મામલે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે.

RRR Box Office Collection: અનસ્ટોપેબલ SS રાજામૌલીની ફિલ્મ, RRRની કમાણી વિશ્વભરમાં 800 કરોડને પાર
RRR movie

Follow us on

બાહુબલી ફિલ્મના દિગ્દર્શક એસએસ રાજામૌલીએ (SS Rajamouli) પોતાના પટારામાંથી RRRને શું રિલિઝ કરી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મ કલેક્શનના નામે ‘અનસ્ટોપેબલ’ સાબિત થઈ રહી છે. રાજામૌલીની ફિલ્મે આ સાથે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. તે જ સમયે ફિલ્મ બોક્સ ઓફિસ પર નોટો છાપી રહી છે. ફિલ્મે બીજા સપ્તાહમાં જ વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં રામ ચરણ (Ram Charan) અને જુનિયર એનટીઆરની (Jr NTR) ધમાકેદાર જોડી લીડ રોલમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મના ગીતોથી લઈને એક્શન સુધી દરેક જગ્યાએ દ્રશ્યોની છાપ છે. લોકો સોશિયલ મીડિયા પર ‘નાટો નાટો’ ગીતોની રીલ બનાવતા થાકતા નથી.

બોક્સ ઓફિસ પર 800 કરોડની કમાણી

કોવિડને કારણે આ ફિલ્મની રિલીઝમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ, ફિલ્મના નિર્માણ અને કાસ્ટિંગને લઈને અલગ-અલગ સમસ્યાઓ આવી હતી. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ આ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કર્યો હતો અને રાજામૌલીની ઓફરને ફગાવી દીધી હતી. પરંતુ ફિલ્મ બન્યા બાદ રાજામૌલીની ફિલ્મે કમાણીના મામલે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. 25 માર્ચે રિલીઝ થયેલી RRRએ વિશ્વભરમાં 800 કરોડનો બિઝનેસ કર્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેણે કહ્યું કે- RRR ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 800 કરોડની કમાણી કરી છે.

શું છે ફિલ્મ ‘RRR’માં

ફિક્શનલ સ્ટોરી એ આરઆરઆર ફ્રીડમ ફાઈટર્સ અલુરી સીતારામરાજુ અને કોમારામ ભીમની વાર્તા પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં રામ ચરણ રાજુના રોલમાં છે અને જુનિયર એનટીઆર ભીમના રોલમાં છે. સાઉથના આ બે સુપરસ્ટાર સિવાય બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર અજય દેવગન પણ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ અભિનેત્રીઓએ ફિલ્મ RRRમાં કામ કરવાની ના પાડી!

શ્રદ્ધા કપૂરથી લઈને કેટરિના કૈફની બહેન સુધી ‘બાહુબલી’ના દિગ્દર્શક અને RRR નિર્માતા એસએસ રાજામૌલીએ આ અભિનેત્રીઓનો સંપર્ક કર્યો હતો! પરંતુ આ અભિનેત્રીઓએ તે સમયે ફિલ્મ નિર્માતાની તે ઓફર ઠુકરાવી દીધી હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે આ અભિનેત્રીઓએ ‘RRR’માં કામ કરવાની તક ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો: Malaika Arora Health Update: અકસ્માત બાદ હવે કેવી છે મલાઈકાની હેલ્થ? બહેન અમૃતાએ જણાવી સ્થિતિ

આ પણ વાંચો: Hariharan Birthday Special: સિંગિંગ શો જીત્યા પછી હરિહરનને મળી ખ્યાતિ, મિત્ર સાથે મળીને પોતાનું બનાવ્યું બેન્ડ

Next Article