AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRRએ રજનીકાંતની ફિલ્મ મુથુનો બે દાયકા જૂનો રેકોર્ડ તોડ્યો, જાપાનમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ

એસએસ રાજામૌલીની આરઆરઆર (RRR) રજનીકાંતની ફિલ્મ મુથુના 24 વર્ષ જૂના રેકોર્ડને તોડીને જાપાનમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની છે. આરઆરઆર એ જાપાની યેન 400 મિલિયન એટલે કે અંદાજે 24 કરોડ પાર કરી દીધા છે.

RRRએ રજનીકાંતની ફિલ્મ મુથુનો બે દાયકા જૂનો રેકોર્ડ તોડ્યો, જાપાનમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ
Critics Choice Awards 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 9:55 PM
Share

એસએસ રાજામૌલીની આરઆરઆર, જે 21 ઓક્ટોબરે જાપાનમાં રિલીઝ થઈ હતી, તે હવે રજનીકાંતની ફિલ્મ મુથુને પાછળ છોડીને દેશમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે, આ ફિલ્મે બે દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જાપાનના 44 શહેરમાં 209 સ્ક્રીન્સ અને 31 આઈમેક્સ સ્ક્રીન્સમાં રિલીઝ થયેલી આ ફિલ્મે જાપાની યેન 400 મિલિયન (અંદાજે 24 કરોડ) પાર કરી દીધા છે.

24 વર્ષ પહેલાં રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ મુથુ અત્યાર સુધી જાપાનમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી, આ ફિલ્મે બે દાયકા પહેલાં 400 મિલિયન જાપાની યેનનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. એક રિપોર્ટ મુજબ RRR એ આટલા વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો છે. આરઆરઆર એ જાપાની યેન 400 મિલિયન એટલે કે અંદાજે 24 કરોડ પાર કરી દીધા છે.

જાપાનમાં પ્રમોશન માટે ગયા હતા સ્ટાર્સ

ફિલ્મની રિલીઝ પહેલા એસએસ રાજામૌલી અને ફિલ્મના સ્ટાર્સ રામ ચરણ અને જુનિયર એનટીઆર તેમની ફિલ્મના પ્રમોશન માટે જાપાન ગયા હતા. આરઆરઆર એ 1920ના દાયકાના પૂર્વ-સ્વતંત્ર યુગમાં સેટ કરેલી એક કાલ્પનિક વાર્તા છે અને તે બે વાસ્તવિક નાયકો અને પ્રખ્યાત ક્રાંતિકારીઓ – અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત છે. રામ ચરણે રામની ભૂમિકા ભજવી હતી, જ્યારે જુનિયર એનટીઆર ભીમ તરીકે જોવા મળ્યો હતો. આરઆરઆર એ દુનિયાભરમાં ₹1100 કરોડથી વધુની કમાણી કરી હતી.

ઓક્ટોબરમાં આ ફિલ્મને ટીસીએલ ચાઈનીઝ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેને દર્શકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ થિયેટરની 932 સીટ 20 મિનિટમાં વેચાઈ ગઈ હતી. એક જ શોમાંથી ફિલ્મે 21,000 ડોલરની કમાણી કરી, આ ફિલ્મને ફરીથી પ્રદર્શિત કરતા બોક્સ-ઓફિસ પર તેની કમાણી 221,156 ડોલર થઈ ગઈ હતી.

ફિલ્મનું શાનદાર પ્રદર્શન

આ દરમિયાન આરઆરઆરના નિર્માતાઓ એકેડેમી એવોર્ડ્સ માટે તૈયારી કરી રહ્યા છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં નોન-અંગ્રેજી ભાષા કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી છે અને ‘નાટુ નાટુ’ ગીત માટે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન પણ મળ્યું છે. સંગીતકાર એમએમ કીરવાણીને લોસ એન્જલસ ફિલ્મ ક્રિટિક્સ એસોસિએશન (LAFCA)નો શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. કીરવાણીએ RRRમાં સાત મૂળ ગીતો માટે સંગીત આપ્યું છે. LAFCAએ રવિવારે રાત્રે એવોર્ડ સમારંભ બાદ તેની ઓફિશિયલ વેબસાઈટ પર એવોર્ડ વિજેતાઓની યાદી તૈયાર કરી છે. ફિલ્મના ઓફિશિયલ ટ્વિટર પેજ પર જણાવવામાં આવ્યું છે કે, કીરવાણીએ શ્રેષ્ઠ સંગીત નિર્દેશક માટે પ્રતિષ્ઠિત LAFCA એવોર્ડ જીત્યો છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">