Singham 3: ફરી એકવાર ‘સિંઘમ’ના રોલમાં જોવા મળશે અજય દેવગન, રોહિત શેટ્ટીએ કર્યું કન્ફર્મ, ટૂંક સમયમાં જ ફ્લોર પર જશે આ ફિલ્મ

|

Jun 17, 2022 | 11:03 PM

બોલિવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ (Rohit Shetty) અજય દેવગન સાથેની તેની આગામી ફિલ્મ 'સિંઘમ 3'ની કન્ફર્મ કર્યું છે. આ ફિલ્મ વિશે વાત કરતાં રોહિતે કહ્યું કે આ ફિલ્મ ખૂબ જ જબરદસ્ત બનવાની છે.

Singham 3: ફરી એકવાર સિંઘમના રોલમાં જોવા મળશે અજય દેવગન, રોહિત શેટ્ટીએ કર્યું કન્ફર્મ, ટૂંક સમયમાં જ ફ્લોર પર જશે આ ફિલ્મ
Rohit-Shetty-And-Ajay-Devgn
Image Credit source: Instagram

Follow us on

અજય દેવગણના (Ajay Devgn) ફેન્સ માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ (Rohit Shetty) તાજેતરમાં કન્ફર્મ કર્યું છે કે ‘સિંઘમ 3’ (Singham 3) ટૂંક સમયમાં ફ્લોર પર જશે. રોહિત શેટ્ટી આ દિવસોમાં કલર્સ ટીવી શો ‘ખતરો કે ખિલાડી સીઝન 12’નું શૂટિંગ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં કરી રહ્યો છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન રોહિત શેટ્ટીએ કન્ફર્મ કર્યું છે કે તે તેની આગામી ફિલ્મ પર ફોક્સ કરી રહ્યો છે. રોહિત શેટ્ટી અને અજય દેવગણે લાંબા સમયથી સાથે કામ કર્યું નથી. પરંતુ ટૂંક સમયમાં જ બંને ‘સિંઘમ’ની ફ્રેન્ચાઈઝીમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે અને તેઓ ફરીથી અજય દેવગન સાથે કામ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ  છે.

‘સિંઘમ 3’માં ફરી એકવાર જોવા મળશે અજય દેવગન

રોહિત શેટ્ટીની આ ફિલ્મ માટે શું પ્લાનિંગ છે તે અંગે મીડિયા  સાથે વાત કરતાં તેણે કહ્યું, ‘હું સિંઘમના આગામી ચેપ્ટર પર ફોક્સ કરી રહ્યો છું. અમે આ ફિલ્મ આવતા વર્ષે ‘સર્કસ’ રીલિઝ થયા બાદ એપ્રિલથી શરૂ કરીશું. જ્યારે સિંઘમ એક તરફ સૂર્યવંશી અને સિમ્બાનો ટેક્નિકલી એક ભાગ છે, મેં અજય દેવગન સાથે લાંબા સમયથી કામ કર્યું નથી. સિંઘમ છેલ્લે વર્ષ 2014માં રિલીઝ થઈ હતી અને તે સેટેલાઇટ પરની સૌથી ફેવરિટ ફિલ્મોમાંની એક હતી. સમય બદલાયો છે અને કેનવાસ મોટો થઈ ગયો છે અને હું ઘણા સમયથી અજય માટે કંઈક બનાવવા માંગતો હતો.

રોહિત શેટ્ટીએ વધુમાં કહ્યું કે ‘સિંઘમ 3 ખૂબ જ જબરદસ્ત ફિલ્મ બનવા જઈ રહી છે. હું આ માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છું. મને લાગે છે કે આ ફિલ્મને બનતા એક વર્ષ લાગશે, તે પછી જ અમે બીજી ફિલ્મ વિશે વિચારીશું. અજય દેવગન સાથે આ ફ્રેન્ચાઈઝીની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો કારોબાર કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રિલીઝ માટે તૈયાર છે રોહિત શેટ્ટીની ‘સર્કસ’

રોહિત શેટ્ટીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની અપકમિંગ ફિલ્મ ‘સર્કસ’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝ જેવા સ્ટાર્સ જોવા મળશે. આ સિવાય રોહિત શેટ્ટી તેની પ્રથમ વેબ સિરીઝ માટે કામ કરી રહ્યો છે જે ભારતીય પોલીસ ફોર્સની વાર્તા છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય જોવા મળશે.

Next Article