રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે, આ શોથી મચાવશે ધૂમ
કપૂર પરિવારના મોટાભાગના લોકોએ ફિલ્મોને પોતાનો પ્રોફેશન બનાવ્યો છે, પરંતુ ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રીએ ફિલ્મોને બદલે જ્વેલરી ડિઝાઈનિંગને પોતાના પ્રોફેશન તરીકે પસંદ કર્યો. હાલમાં મીડિયા રિપોર્ટ મુજબ રિદ્ધિમા કપૂર પણ એક્ટિંગની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે.

બોલિવુડમાં એવા ઘણા પરિવારો છે જેમાં કેટલીક પેઢીઓથી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કરવાનું પ્રોફેશન છે. આનું સૌથી મોટું ઉદાહરણ કપૂર પરિવાર છે. ઋષિ કપૂરે તેમના પિતા પાસેથી એક્ટિંગનો વારસો લીધો અને તેને તેમના બાળકો સુધી પહોંચાડ્યો. નીતુ કપૂરની પુત્રી અને એક્ટર રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે હંમેશા પોતાની જાતને સિનેમાની દુનિયાથી દૂર રાખી છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે રિદ્ધિમા કપૂર ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જઈ રહી છે.
જ્વેલરી ડિઝાઈનિંગનો કરે છે બિઝનેસ
રિદ્ધિમા કપૂરે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવાને બદલે જ્વેલરી ડિઝાઈનિંગને પોતાનો પ્રોફેશન બનાવવાનું પસંદ કર્યું. તેણે લંડનમાં અમેરિકન ઈન્ટરકોન્ટિનેન્ટલ યુનિવર્સિટીમાંથી ડિઝાઈનિંગ અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. ફેશન ડિઝાઈનીંગ અને ઈન્ટીરીયર ડીઝાઈનીંગનો કોર્સ કર્યા બાદ તેણે પોતાની જાતને જ્વેલરી ડીઝાઈનર તરીકે સ્થાપિત કરી. આજે તે જાણીતી બ્રાન્ડ ‘આર જ્વેલરી’ની માલિક છે. આ બિઝનેસમાંથી તે ઘણી કમાણી પણ કરે છે.
કરણ જોહરની ફેમસ સિરીઝમાં મળશે જોવા
મીડિયા રિપોર્ટ્સ મુજબ રિદ્ધિમા જલ્દી જ એક્ટિંગમાં પોતાની ઓળખ બનાવવા જઈ રહી છે. રિપોર્ટ મુજબ રિદ્ધિમા ફિલ્મમેકર કરણ જોહરના પ્રોડક્શનમાં બની રહેલ વેબ શો ‘ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવુડ વાઈવ્સ’ની ત્રીજી સીઝનનો ભાગ બનવા જઈ રહી છે. રિદ્ધિમા ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવુડ વાઈવ્સની નવી સીઝનમાં જોવા મળશે.
શોનું શરૂ થઈ ગયું છે શૂટિંગ
કરણ જોહરના શો ‘ધ ફેબ્યુલસ વાઈવ્સ ઓફ બોલિવુડ વાઈવ્સ’ની વાત કરીએ તો તેની 2 સીઝન રિલીઝ થઈ ગઈ છે જેને દર્શકોએ પસંદ કરી છે. આ શોમાં દિલ્હીની મહિપ, ભાવના, સીમા અને નીલમની સાથે સાથે દિલ્હીની ત્રણ બિઝનેસ વુમન રિદ્ધિમા કપૂર સાહની, કલ્યાણી સાહા ચાવલા અને શાલિની પાસીનું જીવન બતાવવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ત્રણેય બોલિવુડ સાથે પણ કોઈને કોઈ રીતે જોડાયેલા છે. ત્રણેયની કરણ જોહર સાથે સારી મિત્રતા છે. આ શોનું શૂટિંગ છેલ્લા અઠવાડિયાથી દિલ્હીમાં શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો: ખિચડી 2 ટ્રેલરઃ હંસા અને પ્રફુલ્લનું જોરદાર કમબેક, ખીચડી 2નું ટ્રેલર જોઈ નહીં રોકી શકો હસવાનું
