રિયાલીટી શોનો સૌથી મોંઘો હોસ્ટ, જાણો કોને મળશે 450 કરોડ ?

રિયાલીટી શો ત્યારે હીટ જાય જ્યારે શોનો હોસ્ટ શાનદાર હોય અને હાલમાં કોઈ પણ રિયાલીટી શોમાં હોસ્ટ માટે મહેનત કરવામાં આવે છે. શાનદાર હોસ્ટની વાત આવે એટલે પહેલા જ બિગ બોસના દમદાર હોસ્ટ સલમાનનું નામ સામે આવે. ફરી એક વાર રિયાલીટી શો બિગ બોસની સિઝન 14ને સલમાન ખાન હોસ્ટ કરતો જોવા મળશે. ચેનલે બિગ બોસ […]

રિયાલીટી શોનો સૌથી મોંઘો હોસ્ટ, જાણો કોને મળશે 450 કરોડ ?
https://tv9gujarati.in/reality-show-no-sauthi-mongho-host/
TV9 Gujarati

|

Sep 04, 2020 | 11:01 AM

રિયાલીટી શો ત્યારે હીટ જાય જ્યારે શોનો હોસ્ટ શાનદાર હોય અને હાલમાં કોઈ પણ રિયાલીટી શોમાં હોસ્ટ માટે મહેનત કરવામાં આવે છે. શાનદાર હોસ્ટની વાત આવે એટલે પહેલા જ બિગ બોસના દમદાર હોસ્ટ સલમાનનું નામ સામે આવે.

ફરી એક વાર રિયાલીટી શો બિગ બોસની સિઝન 14ને સલમાન ખાન હોસ્ટ કરતો જોવા મળશે. ચેનલે બિગ બોસ 14નો પ્રોમો પણ રિલીઝ કરી દીધો છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે પણ શો આવે છે ત્યારે આ શો સલમાનની ફીને લઈને ચર્ચામાં રહે છે આ વખતે પણ સલમાને આ શો માટે તગડી ફી વસૂલી છે. અગાઉની સિઝન કરતા આ સિઝનમાં સલમાને ડબલ ફી લીધી છે.

સલમાને પર એપિસોડ કેટલા કરોડ લીધા

રિયાલીટી શો બિગ બોસની સિઝન 14 માટે સલમાને ત્રણ મહિનાની આખી ડીલ 450 કરોડ રૂપિયામાં સાઈન કરી છે. જો, કે આ વર્ષે દરેક અઠવાડિયે એક જ દિવસ શૂટ કરશે. એક દિવસના શૂટિંગમાં એક્ટર એકસાથે બે એપિસોડનું શૂટિંગ કરશે. આ ડીલ સાથે જ સલમાન ખાન ટેલિવિઝન હિસ્ટ્રીનો સૌથી મોંઘો હોસ્ટ બની ચૂક્યો છે. બિગ બોસ 13માં TRPસહીત ઘણા રેકોર્ડ તોડ્યા હતા. અગાઉની સીઝનમાં સલમાનને 200 કરોડ રૂપિયા મળ્યા હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati