AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિના ટંડને તેના પતિને કેમ માર્યો? જવાબ સાંભળીને ફેન્સ નહીં રોકી શકે હસવાનું, જુઓ Funny Viral Video

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને (Raveena Tandon) સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો શેયર કર્યો છે જેમાં તે તેના ફેન્સને કહેતી જોવા મળી રહી છે કે તેણે તેના પતિને કેમ માર્યો. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રવિના ટંડને તેના પતિને કેમ માર્યો? જવાબ સાંભળીને ફેન્સ નહીં રોકી શકે હસવાનું, જુઓ Funny Viral Video
Raveena Tandon
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 8:12 PM
Share

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન ફિલ્મો દ્વારા પોતાના ફેન્સને એન્ટરટેઈન કરતી રહે છે, પરંતુ સોશિયલ મીડિયા પર પણ એક્ટ્રેસ કંઈક આવું જ કરતી જોવા મળે છે. તેના ફેન્સને તેની ડેઈલી લાઈફ વિશે અપડેટ રાખવાની સાથે રવિના કેટલાક ફની વીડિયો પણ શેયર કરે છે. એક્ટ્રેસે ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા છે. એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પતિને લઈને એક ફની સિરીઝ ચલાવી રહી છે. આ સિરીઝનો પહેલો ભાગ તેણે ડિસેમ્બર 2022માં શેયર કર્યો હતો. જે ફેન્સને પસંદ આવ્યો હતો. હવે તેને આ વીડિયોનો બીજા ભાગ શેયર કર્યો છે. તેને પણ ફેન્સ પસંદ કરી રહ્યા છે.

નવા વીડિયોમાં જોઈ શકાય છે કે રવિના ટંડન સલવાર સૂટમાં છે અને તેણે માથા પર દુપટ્ટો રાખ્યો છે. આ સમય દરમિયાન તે સુંદર લાગી રહી છે પરંતુ તેનો ઈરાદો નેક લાગતો નથી. પહેલા વીડિયોની જેમ આ વીડિયોમાં પણ તેણે તેના પતિને મારી દીધો છે અને તેના કારણે ફેન્સની હસતા હસતા હાલત ખરાબ થઈ ગઈ છે. વાસ્તવમાં રવિના ટંડનને તેના પતિ ખોટા નામથી બોલાવતા હતા. પછી શું હતું, આ કારણે જ તેણે પતિની હત્યા કરી નાખી. રવીનાના વીડિયો પ્રમાણે તેનું નામ રંજના હતું અને તેના પતિએ ભૂલથી તેને સંગીતા કહીને બોલાવી હતી.

બીજો ભાગ જોયા પછી ફેન્સ હસવાનું રોકી શકશે નહીં

વીડિયોમાં લાગે છે કે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન માસૂમ ચહેરા સાથે તે એક પછી એક પોતાના કામ વિશે કહી રહી છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું – ખોદ કે દેખ લો ભાગ 2. પતિ સાવચેત રહો. આ પણ ટ્રેન્ડિંગ છે. તેણે સેફ રીતે રમવું જોઈતું હતું અને મારું ખોટું નામ ના બોલવાને બદલે મને બેબી કહીને બોલાવી હોત તો વાત બરાબર હતી.

આ પણ વાંચો : સોનુ સૂદે ભોજપુરી ગીત પર જોરદાર ડાન્સ કર્યો, જુઓ Viral Video

પહેલો પાર્ટ પણ ફેન્સને ગમ્યો હતો

તમને જણાવી દઈએ કે વીડિયો જોયા પછી ફેન્સ રિએક્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું – અન્ય એક માસ્ટરપીસ. અન્ય એક વ્યક્તિએ લખ્યું – શું એક્સપ્રેશન છે રંજના. અન્ય એક વ્યક્તિએ લખ્યું- નારી શક્તિ કિસી સે કમ નહીં. પહેલા પાર્ટની વાત કરીએ તો તેમાં કોઈએ રવીનાને પૂછ્યું કે તેનો પતિ ક્યાં છે. રવિના કહે છે કે ગાર્ડનમાં શોધો. પરંતુ જ્યારે તે વ્યક્તિ કહે છે કે તે રવીનાના પતિને ક્યાંય જોઈ શકતો નથી. તેથી તે કહે છે કે ગાર્ડન ખોદીને જુઓ. રવિનાનો આ વીડિયો ફેન્સને પણ પસંદ આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">