83 Release date: શું આ વર્ષે રિલીઝ થઈ શકશે રણવીર-દીપિકાની ફિલ્મ 83? કબીર ખાને આપ્યો જવાબ
ફિલ્મ 83 માં રણવીર સિંહ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવશે. ચાલો જાણીએ આ ફિલ્મ ક્યારે આવી શકે છે.
રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ’83’ ની રિલીઝને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો કે રણવીરના ફેન્સ આ ફિલ્મ જોવા માટે વધુ તલપાપડ થઈ શકે છે. કારણ કે તેમને આ ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવી પડશે.
કબીર ખાનનો મોટો ખુલાસો
હકીકતમાં ભારતમાં, લગભગ તમામ રાજ્યોમાં ઘણા થિયેટરો ખુલી ગયા છે. લાંબા સમયથી ચાલતા લોકડાઉન અને કોરોનાના કારણે ઘણી શરતો સાથે થિયેટર ખોલવામાં આવ્યા છે. પરંતુ રોગચાળાના કારણે લોકો હજી પણ વધુ સંખ્યામાં થિયેટરોમાં જતા નથી. આવી સ્થિતિમાં, ફિલ્મ ’83’ માટે, ફેન્સ અનુમાન લગાવી રહ્યા હતા કે હવે જ્યારે થિયેટરો ખુલી ગયા છે તો આ રણવીરની ફિલ્મ પણ ટૂંક સમયમાં જોવા મળશે.
તે જ સમયે ફિલ્મના નિર્દેશક કબીર ખાને એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે જ્યાં સુધી દેશભરમાં દરેકને રસી આપવામાં નહીં આવે અને 100 ટકા થિયેટરો ખોલવામાં ન આવે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ થશે નહીં, એટલે કે પ્રેક્ષકોએ થોડું વધારે રાહ જોવી પડશે.
14 જૂને રિલીઝ થવાની હતી ’83’
ક્રિકેટ પર બનેલી આ ફિલ્મ 4 જૂન, 2021 ના રોજ રિલીઝ થવાની હતી. ફિલ્મના નિર્દેશક કબીર ખાને ઈન્સ્ટાગ્રામ દ્વારા ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને ચાહકો સાથે આ ખુશખબર પણ શેર કરી. તેમણે લખ્યું કે થિયેટરોમાં તમને બધાને મળીશું મહારાષ્ટ્ર અને અન્ય સ્થળોએ થિયેટરો ખોલવાની પરવાનગી ન મળવાના કારણે આ તારીખ મોકૂફ રાખવામાં આવી છે.
જેનું કારણ જણાવવામાં આવ્યું હતું કે બોક્સ ઓફિસ કલેક્શન અપેક્ષા મુજબ મળતું નથી. કારણ કે બહુ ઓછા લોકો ફિલ્મ જોવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મેકર્સ આ ફિલ્મથી ઘણી અપેક્ષા રાખી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે રણવીરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણું કરી શકે છે. જે કદાચ હાલની પરિસ્થિતિમાં નિર્માતાઓને જોખમ હોવાનું જણાય છે.
કપિલ દેવની પત્નીના રોલમાં દીપિકા
ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવશે. લગ્ન બાદ આ પ્રથમ વખત હશે જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એક સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
તે જ સમયે, પંકજ ત્રિપાઠી, આર બદરી, એમી વિર્ક, સાહિલ ખટ્ટર, નિશાંત દહિયા, દિનકર શર્મા, ચિરાગ પાટિલ, તાહિર રાજ ભસીન જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. પ્રેક્ષકોને ફિલ્મ પાસેથી વધુ અપેક્ષાઓ છે. આ ફિલ્મ વર્ષ 1983 માં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતવામાં આવેલી વર્લ્ડ કપ ટ્રોફી પર બનાવવામાં આવી છે. ક્રિકેટ અને ગ્લેમર વચ્ચેનો સંબંધ પણ ઘણો જૂનો છે. આવી સ્થિતિમાં ફિલ્મ દ્વારા સમગ્ર વિશ્વમાં દેશનું નામ ઉંચુ કરનારી કિંમતી પળોને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Birthday Special: લગ્ન પહેલા આ 3 સેલેબ્સને ડેટ કરી ચૂકી છે નેહા ધૂપિયા, આ મોટા ક્રિકેટરનું નામ પણ લીસ્ટમાં
આ પણ વાંચો: OMG: કરોડોમાં રમે છે અમિતાભ બચ્ચનનો બોડીગાર્ડ જિતેન્દ્ર શિંદે, જાણો કેટલો પગાર આપે છે Big B