Shamshera Poster: રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું પોસ્ટર લીક થયું, ભયાનક છે રણબીરનો લુક

|

Jun 18, 2022 | 3:01 PM

રણબીર કપીર, વાણી કપૂર અને સંજય દત્તની ફિલ્મ શમશેરા (Shamshera) વર્ષ 2022ની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક છે. દર્શકોના ક્રેઝને લઈ મેકર્સે તેનું ટીઝર જાહેર કર્યું છે. શમશેરાનો રણબીર કપૂરનો લુક પણ સામે આવ્યો છે.

Shamshera Poster: રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું પોસ્ટર લીક થયું, ભયાનક છે રણબીરનો લુક
Ranbir Kapoor Shamshera movie
Image Credit source: Twitter

Follow us on

Shamshera Poster: ફિલ્મ શમશેરાના પોસ્ટરમાં રણબીર કપૂરનો લુક ભયાનક છે, આપને જણાવી દઈએ કે, ફિલ્મનું પોસ્ટર સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર દાવો કરવામા આવી રહ્યો છે કે, ફિલ્મના પોસ્ટર રિલીઝ પહેલા જ પહેલો લુક જાહેર થઈ ગયો હતો, આ ફિલ્મ 22 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પોસ્ટર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યું

હવે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, કેટલાક લોકોએ આ પોસ્ટરને જોઈ રણબીર કપુરના વખાણ કર્યા છે. તો કેટલાકે રણબીર કપૂરની તુલના થૉર લવ એન્ડ થંડરના પોસ્ટર સાથે કરી છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

હાલમાં મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની સાથે સાથે ટીઝર પર જાહેર કર્યું છે, અંદાજે 1 મિનીટના મોનોક્રોમૈટિક ટીઝર ત્રણ અભિનેતાઓ હથિયારથી ધેરાયેલા દેખાડ્યા છે. આ ટીઝરમાં સંજય દત્ત હિન્દીમાં કહે છે કહાની ઉસકી હૈ જીસને કહા કિ કિસી કી ગુલામી અચ્છી નહિ, ન દુસરો કી ન હમારે કરીબ લોકો કી, આ એક એવા વ્યક્તિની વાર્તા છે જેણે પોતાના પિતાના વારસામાં આઝાદીનું સ્વપ્ન જોયું હતું.”

કરણ મલ્હોત્રા નિર્દેશિત ફિલ્મ એક પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં રણબીર કપૂર પુત્રના રોલમાં ડબલ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં આશુતોષ રાણા, સૌરભ શુક્લા અને રોનિત રોય પણ છે.

હાલમાં રણબીર બ્રહ્માસ્ત્ર અને શમશેરા જેવી ફિલ્મોને લઈને ખૂબ ચર્ચામાં છે. જોકે, બ્રહ્માસ્ત્ર પહેલા તે શમશેરામાં જોવા મળશે. શમશેરા 22 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. શમશેરા હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. શમશેરાનું પોસ્ટર સોશિયલ મીડિયા પર આવી ગયું છે. લીક થયેલા પોસ્ટરમાં રણબીર લાંબા લોક અને દાઢી સાથે ઉગ્ર લુકમાં જોવા મળી રહ્યો છે.

Next Article