AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘પહેલી પત્ની’ને હજુ સુધી નથી મળ્યો રણબીર કપૂર, કહ્યું- મળવાની રાહ જોઈ રહ્યો છું

રણબીર કપૂરે (Ranbir Kapoor) કહ્યું કે તે તેની પહેલી પત્નીને મળ્યો નથી. આ પછી તેણે તેના સૌથી ક્રેઝી ફેન્સની કહાની સંભળાવી. રણબીરે જણાવ્યું કે વર્ષો પહેલા તેના પરિવારના ઘરે એક છોકરી આવી હતી અને તેને લગ્ન કરી લીધા હતા.

'પહેલી પત્ની'ને હજુ સુધી નથી મળ્યો રણબીર કપૂર, કહ્યું- મળવાની રાહ જોઈ રહ્યો છું
Ranbir Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 4:40 PM
Share

રણબીર કપૂર (Ranbir Kapoor) આ દિવસોમાં પોતાની બે નવી ફિલ્મોના પ્રમોશનમાં બિઝી છે. ફેન્સ તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, સાથે જ ‘શમશેરા’ના ટ્રેલરે પણ ફેન્સનો ઉત્સાહ વધારી દીધો છે. આ બંને ફિલ્મોમાં રણબીર કપૂર ખૂબ જ અલગ અને જોરદાર રોલ કરતો જોવા મળશે. આ ઉપરાંત તે આ વર્ષે આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથેના પોતાના લગ્ન વિશે પણ સતત વાત કરી રહ્યો છે. હવે રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે હજુ સુધી તેની ‘પહેલી પત્ની’ને મળ્યો નથી. આ પછી તેણે તેના સૌથી ક્રેઝી ફેન્સની વાર્તા કહી હતી. રણબીરે જણાવ્યું કે વર્ષો પહેલા તેના પરિવારના ઘરે એક છોકરી આવી હતી અને તેના બંગલાના ગેટ પર લગ્ન કરી લીધા હતા.

કોણ છે રણબીર કપૂરની પહેલી પત્ની?

હવે તમે વિચારતા હશો કે આલિયા ભટ્ટ પહેલા રણબીર કપૂરે કોની સાથે લગ્ન કર્યા હતા. તો તે રણબીર કપૂરની એક ફેન વિશે છે. રણબીરે પોતે એક ઈન્ટરવ્યુમાં આ અતરંગી ફેન વિશે જણાવ્યું છે. ઈન્ટરવ્યુમાં પોતાના વિશે ગુગલ કરવામાં આવેલા સવાલોના જવાબ રણબીર કપૂર આપી રહ્યો છે. ત્યારે તેની ‘પહેલી પત્ની’ની વાત પણ બહાર આવી હતી.

રણબીરે કહી આખી કહાની

રણબીરે કહ્યું ‘એક છોકરી હતી અને હું તેને ક્યારેય મળ્યો નથી. પરંતુ મારા વોચમેને મને કહ્યું કે તે એક પંડિત સાથે આવી હતી અને મારા ઘરના ગેટ સાથે લગ્ન કર્યા હતા. ગેટ પર ટીકો લગાવવામાં આવ્યો હતો અને કેટલાક ફૂલો પણ લટકેલા હતા. તેથી તે એકદમ ક્રેઝી હતું. તેણે આગળ કહ્યું કે ‘હું મારી પહેલી પત્નીને મળ્યો નથી, પરંતુ મને આશા છે કે અમે જીવનના કોઈ એક તબક્કે અમે મળીશું.’

આલિયા અને રણબીર ફિલ્મમાં પહેલી વાર સાથે જોવા મળશે

રણબીર કપૂરે 14 એપ્રિલે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા. આ વર્ષે આ કપલ પહેલીવાર ફિલ્મમાં સાથે જોવા મળશે. બંને અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. તેમાં તેમની સાથે અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે. બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">