બ્રહ્માસ્ત્રનો ડંકો આખી દુનિયામાં વાગ્યો, 4 દિવસમાં અધધ કમાણી કરી

|

Sep 13, 2022 | 4:24 PM

કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના બે ભાગ છે. પહેલો ભાગ 9 સપ્ટેમ્બરે રિલીઝ થયો હતો અને બીજા ભાગ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

બ્રહ્માસ્ત્રનો ડંકો આખી દુનિયામાં વાગ્યો, 4 દિવસમાં અધધ કમાણી કરી
બ્રહ્માસ્ત્રનો ડંકો આખી દુનિયામાં વાગ્યો,4 દિવસમાં અધધ કમાણી કરી
Image Credit source: Twitter

Follow us on

Brahmastra : અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત અને રણબીર કપુર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટાર ફિલ્મ બ્રહ્માસ્ત્રએ ઓપનિંગ ડે પર ક્લેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. હજુ પણ કમાણી ચાલુ જ છે. આ બોલિવુડ (Bollywood)ની પ્રથમ ફિલ્મ છે જેને નૉન હૉલિડેના દિવસે સૌથી વધુ કમાણી કરી છે. ફિલ્મે શરુઆતના વીકએન્ડ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મે દુનિયાભરમાં અત્યાર સુધી 200 કરોડ રુપિયાનો આંકડો પાર કરી શાનદાર કારોબાર કર્યો છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટસ અનુસાર ફિલ્મ બ્રહ્માસ્ત્રએ રિલીઝના ચોથા દિવસે અંદાજે 14 કરોડ રુપિયાનું ક્લેક્શન કર્યું છે. આ સાથે ભારતમાં ફિલ્મની કમાણીનો આંકડો અંદાજે 134 રુપિયા થયો છે.

કમાણીના દરેક રેકોર્ડ તોડી રહી છે બ્રહ્માસ્ત્ર

લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન જેવી અનેક ફિલ્મો સારા આંકડા સાથે ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે, બ્રહ્માસ્ત્રનું આ ક્લેક્શન શાનદાર રહ્યું છે. વીકએન્ડ પર તો ફિલ્મે શાનદાર કમાણી કરી હતી પરંતુ વીકડેના દિવસે પણ શાનદાર ક્લેક્શન રહ્યું છે.

આ ફિલ્મમાં રણબીર અને આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન અને નાગાર્જુન અક્કીનેની પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના આકર્ષણનું કેન્દ્ર શાહરૂખ ખાન છે, જે ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળ્યો હતો. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આ ફિલ્મ વધુ કેટલા રેકોર્ડ તોડશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ફિલ્મને બનાવવામાં અંદાજે છ વર્ષનો લાંબો સમય લાગ્યો

કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રના બે ભાગ છે. પહેલો ભાગ 9 સપ્ટેમ્બરે રિલીઝ થયો હતો અને બીજા ભાગ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. આ ફિલ્મને બનાવવામાં અંદાજે છ વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. ફિલ્મની વાર્તા રણબીર કપૂર ઉર્ફે શિવાની આસપાસ ફરે છે. ફિલ્મમાં આલિયા ભટ્ટે ઈશાનો રોલ નિભાવ્યો  છે, જે શિવની ગર્લફ્રેન્ડ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને પણ બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો, પરંતુ ફિલ્મની કમાણીને જોઈને લાગે છે કે બહિષ્કારની કોઈ અસર થઈ નથી. આ ફિલ્મ ચાલવાનું એક મોટું કારણ એ પણ હોઈ શકે છે કે આ વર્ષે હિન્દી સિનેમામાં આટલી મોટી વીએફએક્સ ફિલ્મ બની નથી. કદાચ આનો ફાયદો ફિલ્મને મળી શકે છે.

Published On - 4:21 pm, Tue, 13 September 22

Next Article