
પ્રખ્યાત ડિરેક્ટર રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma) ખાસ પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેઓ ગૅંગસ્ટર આધારિત ફિલ્મો માટે ચર્ચામાં રહે છે. રામ ગોપાલ વર્માએ ‘સત્યા’, ‘કંપની’, ‘સરકાર’ જેવી મૂવીઝ બનાવી છે. ખાસ વાત એ છે કે, રામ ગોપાલ વર્માની આ મૂવીઝને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
હવે રામ ગોપાલ વર્મા ફરી એક ગૅંગસ્ટર આધારિત ફિલ્મ લઈને આવી રહ્યા છે. તેમણે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. રામ ગોપાલ વર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, નવી ફિલ્મનું નામ ‘પોલીસ કંપની’ (Police Company) છે. તેમણે આ ફિલ્મના લીડ એક્ટરના નામનો પણ ખુલાસો કરી દીધો છે.
My NEXT film’s NAME being produced by T SERIES is ..
POLICE COMPANY
With the tag line
“It Is More Dangerous Than D Company “
The police is an institution, and an underworld company is a money making organisation..
But when an institution is given extra powers, it…— Ram Gopal Varma (@RGVzoomin) August 10, 2026
રામ ગોપાલ વર્માએ લખ્યું છે કે, ‘દાઉદ ઇબ્રાહિમે જ્યારે તેના મોટાભાગના દુશ્મન ગૅંગ્સનો ખાતમો કરી દીધો, ત્યારે તેણે પોતાની ગૅંગને એક કંપનીનું રૂપ આપી દીધું. આ પછી તે દુબઈ જતો રહ્યો અને તેના ખાસ માણસ છોટા રાજનને ડી-કંપની સંભાળવાની જવાબદારી સોંપી દીધી. ત્યારબાદ કેટલીક ઘટનાઓના લીધે દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજન વચ્ચે તિરાડ પડી ગઈ. બંનેના અલગ થયા પછી મુંબઈના અંડરવર્લ્ડમાં એક મોટો ખાલીપો સર્જાયો. આ તકનો લાભ ઉઠાવીને અન્ય ઘણી ગૅંગ્સે પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો. તેનાથી મુંબઈમાં ગુનાખોરીની ઘટનાઓ વધવા લાગી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે, પોલીસ અને વહીવટીતંત્ર માટે આ ગૅંગ્સની પ્રવૃત્તિઓ પર રોક લગાવવી મુશ્કેલ બની ગઈ.’
‘પોલીસ કંપની’ માં ઘણા કલાકારો હશે, તે જણાવતા રામ ગોપાલ વર્માએ આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી ટૂંક સમયમાં આપવાની વાત કહી. તેમણે અલગ-અલગ પોસ્ટ શેર કરીને ફિલ્મમાંથી હર્ષવર્ધન રાણેનો લુક પણ બતાવ્યો.
HARSHVARDHAN RANE as DAYA NAYAK in POLICE COMPANY pic.twitter.com/oNlFvnlsUn
— Ram Gopal Varma (@RGVzoomin) August 10, 2026
રામ ગોપાલ વર્મા આગળ કહે છે કે, ‘ગભરાટભરી પરિસ્થિતિમાં એક વિશેષ દસ્તો બનાવવામાં આવ્યો, જેણે વર્ષ 1997 અને વર્ષ 2004 વચ્ચે 300 થી વધુ ગૅંગસ્ટર્સને ઠાર કર્યા. ‘પોલીસ કંપની’ એ જ દસ્તાથી પ્રેરિત વાર્તા છે અને તે તેની ટીમના એક સભ્ય, દયા નાયક પર આધારિત હશે. બસ આનું પાત્ર હર્ષવર્ધન રાણે ભજવશે.’
Published On - 2:21 pm, Tue, 11 August 26