Bollywood News : રક્ષાબંધન અને લાલ સિંહ ચઢ્ઢા, કોનું પલ્લું રહેશે ભારે ? જાણો, એડવાન્સ બુકિંગના આંકડા શું કહે છે

|

Aug 11, 2022 | 11:49 AM

આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અને અક્ષયની (Akshay Kumar) રક્ષાબંધન એડવાન્સ બુકિંગમાં એકબીજાથી 35%ના તફાવત પર છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કઈ ફિલ્મ રેસમાં પાછળ રહી જાય છે અને કઈ ફિલ્મ આગળ વધે છે.

Bollywood News : રક્ષાબંધન અને લાલ સિંહ ચઢ્ઢા, કોનું પલ્લું રહેશે ભારે ? જાણો, એડવાન્સ બુકિંગના આંકડા શું કહે છે
laal singh Chaddha

Follow us on

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ રક્ષા બંધન અને આમિર ખાનની (Aamir Khan) લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર એકબીજાને ટક્કર કરવા માટે તૈયાર છે. આ બંને ફિલ્મોએ રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તેમજ બંને ફિલ્મોની બજારમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અક્ષયની ફિલ્મ રક્ષાબંધન એક ફેમિલી ડ્રામા સ્ટોરી છે, જ્યારે આમિર ખાનની ફિલ્મ હોલીવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. તો ચાલો વાત કરીએ કે કોણ કોના ઉપર પ્રભુત્વ ધરાવશે?

બોક્સ ઓફિસની (Box office) આગાહીની વાત કરીએ તો 11મી ઓગસ્ટે રિલીઝ થનારી આમિર અને અક્ષયની ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ શકે છે. તે જ સમયે, બોલિવૂડમાં લાંબા સમય પછી, આ સ્પર્ધા બે મોટા સુપરસ્ટાર્સ વચ્ચે જોવા મળશે. હવે તમે જાણવા ઉત્સુક હશો કે બંને ફિલ્મોના એડવાન્સ બુકિંગના આંકડા શું કહે છે?

એડવાન્સ બુકિંગમાં લગભગ 35%નો તફાવત

એડવાન્સ બુકિંગના આંકડાની વાત કરીએ તો, બંને ફિલ્મોની ટિકિટ બુકિંગ શરૂ થઈ ગઈ છે. પરંતુ, કોણ કોના પર ભારે પડશે તે હજુ સ્પષ્ટ થયું નથી. ટિકિટ કાઉન્ટર પર વિવાદોમાં ઘેરાયેલા લાલ સિંહ ચઢ્ઢાએ રક્ષાબંધનને થોડું પાછળ છોડી દીધું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તમને જણાવી દઈએ કે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ પહેલા જ બહિષ્કારની માંગ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં આમિર ખાનની સાથે કરીના કપૂર ખાન, નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે, ભૂમિ પેડનેકરે અક્ષ કુમારની ફિલ્મમાં તેની કોસ્ટાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે ટિકિટ બારી પર ધીમી ચાલી રહી છે. બંને ફિલ્મોના અંતિમ એડવાન્સ બુકિંગમાં લગભગ 35%નો તફાવત છે.

લોકો માટે રહેશે રસપ્રદ

તમને જણાવી દઈએ કે, આમિર ખાન ચાર વર્ષ પછી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાથી બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ અનુમાન મુજબ કમાણી કરશે કે પછી અક્ષય કુમારની ફિલ્મ એડવાન્સ બુકિંગના આંકડા ખોટા સાબિત કરશે અને ભવિષ્યમાં લાલ સિંહ ચઢ્ઢાને માત આપશે? આ માટે તમારે થોડી રાહ જોવી પડશે.

Published On - 9:22 am, Thu, 11 August 22

Next Article