Rajkummar Rao Birthday : શાળામાં રાજકુમાર રાવને મારવા આવ્યા હતા 25 છોકરાઓ, જાણો આ રસપ્રદ કિસ્સો

|

Aug 31, 2022 | 9:30 AM

જ્યારે રાજકુમાર રાવ 11મા ધોરણમાં હતો ત્યારે તેણે વિચાર્યું હતું કે, તેણે ભવિષ્યમાં એક્ટર બનવું છે. ફિલ્મોમાં આવતા પહેલા રાજકુમાર રાવ નાની-નાની જાહેરાતોમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા.

Rajkummar Rao Birthday : શાળામાં રાજકુમાર રાવને મારવા આવ્યા હતા 25 છોકરાઓ, જાણો આ રસપ્રદ કિસ્સો
:શાળામાં રાજકુમાર રાવને મારવા આવ્યા હતા 25 છોકરાઓ, જાણો આ રસપ્રદ કિસ્સો
Image Credit source: Instagram

Follow us on

Rajkummar Rao Birthday : બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao)નો આજે જન્મદિવસ છે. રાજકુમાર રાવનો જન્મ 31 ઓગસ્ટ 1984ના ગુડગાંવમાં થયો હતો. રાજકુમાર રાવ આજે પોતાનો 38મો જન્મદિવસ ( Birthday)ઉજવી રહ્યો છે. રાજકુમાર રાવ પહેલાથી જ અભિનેતા બનવા માંગતો હતો, આજે બોલિવુડમાં એક જાણીતું નામ છે. તેમણે હિન્દી ઈન્ડસ્ટ્રીમા પોતાનું કામ કમાવવા માટે ખુબ મહેનત કરી છે. રાજકુમાર રાવ જ્યારે 11મા ધોરણમાં હતો ત્યારે તેણે નક્કી કરી લીઘું હતુ કે તે અભિનેતા બનવા માંગે છે. આજે રાજકુમાર રાવનો જન્મદિવસ છે. તેની સાથે જોડાયેલા રસપ્ર કિસ્સાઓ વિશે જાણીએ

એકતા કપુરે આપ્યો પ્રથમ બ્રેક

તમને જણાવી દઈએ કે, રાજકુમાર રાવને બ્રેક જાણીતા બોલિવુડ નિર્માતા એકતા કપુરે આપ્યો હતો. તેની ફિલ્મનું નામ લવ સેક્સ એન્ડ ધોખા હતુ. તે રાગિની એમએણએસમાં પણ જોવા મળ્યો હતો. આ બંન્ને ફિલ્મ સુપર હિટ રહી હતી પરંતુ તમામ લોકોએ તેની ફિલ્મમાં અભિનયના વખાણ કર્યા હતા. ફિલ્મમાં આવતા પહેલા રાજકુમાર રાવ નાની-મોટી જાહેરાતોમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ ક્યારેક તેના મિત્રો પાસેથી ઉધાર પણ માંગવા પડ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

 

અમિતાભ બચ્ચનની આ ફિલ્મમાં કામ કર્યું

રાજકુમાર રાવે બિગ બી અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ રણમાં કામ કર્યું હતુ. રાજકુમારે આ ફિલ્મમાં એક ન્યુઝરીડરની ભૂમિકા નિભાવી હતી. તમને જણાવી દઈએ કે, બોલિવુડ અભિનેતા રાજકુમાર રાવે પુણેના પ્રતિષ્ઠિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કર્યો છે. તે પોતાનું એક્ટિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો હતો.

મારવા આવ્યા હતા 25 છોકરા

રાજકુમાર રાવે પોતાના નાનપણ વિશે વાત કરતા કહ્યું કે, તે જ્યારે ગુડગાંવમાં અભ્યાસ કરી રહ્યા હતા. તે દરમિયાન શાળમાં તેણે એક છોકરીને બાસ્કેટબોલ રમતા જોઈ હતી. ત્યારબાદ બંન્ને ડેટિંગ શરુ કરી પરંતુ તે છોકરીને પહેલાથી જ એક બોયફ્રેન્ડ હતો. રાજકુમારે જણાવ્યું કે, તે છોકરીના બોડફ્રેન્ડને આ વાત વિશે જાણ થતા તે મને મારવા આવ્યો હતો. તેની સાથે લૉ કૉલેજના 25 છોકરાઓ હતા.

તમને જણાવી દઈએ કે રાજકુમાર રાવે ‘ક્વીન’, ‘શાહિદ’, ‘સિટીલાઈટ્સ’, ‘બરેલી કી બરફી’, ‘શાદી મેં જરુર આના’, ‘ન્યૂટન’, ‘ફન્ને ખાન’, ‘સ્ત્રી’, ‘રૂહી’ કરી છે. રાજકુમાર રાવે ગયા વર્ષે જ અભિનેત્રી પત્રલેખા સાથે લગ્ન કર્યા હતા. બંને FTII પુણેમાં મળ્યા હતા.

Next Article