Raj Kundra Case: રાજ કુન્દ્રાએ કોર્ટમાં કહ્યું- મારા દ્વારા બનાવેલા વીડિયો કામુક હોઈ શકે છે, પરંતુ તે સેક્સ્યુઅલ એક્ટિવિટી વાળા નથી

રાજ કુન્દ્રાના વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ કોઈપણ રીતે રીકવર કરવામાં આવેલ વિડિયોના નિર્માણ, પ્રકાશન કે પ્રસારણ સાથે સંકળાયેલા નથી. આ કલાકારો દ્વારા શૂટ કરવામાં આવે છે. જેના માટે કલાકારો સંમત થયા છે. આ તમામ વિડિયો અશ્લીલ નહીં પરંતુ ઈરોટિક કેટેગરી ના છે.

Raj Kundra Case: રાજ કુન્દ્રાએ કોર્ટમાં કહ્યું- મારા દ્વારા બનાવેલા વીડિયો કામુક હોઈ શકે છે, પરંતુ તે સેક્સ્યુઅલ એક્ટિવિટી વાળા નથી
Shilpa shetty- raj kundra

પોર્નોગ્રાફી કેસમાં આરોપી બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ (Raj Kundra Pornography Case) કોર્ટને કહ્યું છે કે તેના પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવેલ વીડિયો કામુક હોઈ શકે છે, પરંતુ તેમાં કોઈ શારીરિક જાતીય પ્રવૃત્તિ કે યૌન સંબંધ દર્શાવવામાં આવતો નથી.

કુન્દ્રાએ કોર્ટને આ બે કેટેગરી વચ્ચે તફાવત કરવાની પણ અપીલ કરી છે. આ પહેલા પણ પોલીસને આપેલા નિવેદનમાં રાજ કુન્દ્રાએ કહ્યું છે કે તપાસ એજન્સીઓએ કામુક અને પોર્ન વીડિયો વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે.

રાજ કુન્દ્રાએ કોર્ટને એમ પણ કહ્યું કે આ કેસમાં IT એક્ટની કલમ 67 અને 67 (A) લાગુ પડતી નથી. આગોતરા જામીનની માંગણી કરી રહેલા કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટે બે કલમો વિશે પૂછ્યું હતું. કારણ કે સાયબર સેલ પોલીસના કેસમાં માત્ર આ બે કલમો જ બિનજામીનપાત્ર છે.

એડવોકેટ્સ પ્રશાંત પી પાટીલ અને સ્વપ્નિલ અંબુરે દ્વારા દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવાયું છે કે રાજ કુન્દ્રા કોઈપણ રીતે સામગ્રીના નિર્માણ, પ્રકાશન અથવા વીડિયોના પ્રસાર સાથે સંકળાયેલા નથી. આ કલાકારો દ્વારા શૂટ કરવામાં આવે છે, જેના માટે કલાકારો સંમત થયા છે.

FIRમાં નામ નથી, રાજ કુન્દ્રા યુકેનો નાગરિક છે
વકીલો દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા વધારાના દસ્તાવેજોમાં જણાવાયું હતું કે કુંદ્રા જે યુકેના નાગરિક છે, તેનું નામ FIRમાં નથી અને અન્ય સહ-આરોપીઓના નિવેદનોને કારણે તેને કેસમાં ખેંચવામાં આવ્યો છે. બીજી તરફ, કુન્દ્રાનું કહેવું છે કે તે આર્મ્સપ્રાઈમ પ્રાઈવેટ લિમિટેડમાં ડિરેક્ટર હતો. કુન્દ્રા કંપનીમાંથી બહાર નીકળ્યા પછી શર્લિન ચોપરાનો કથિત વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે રાજ કુન્દ્રા આ કેસમાં જેલ પણ જઈ ચુક્યા છે.

રાજ કુન્દ્રાની કથિત પોર્નોગ્રાફી કેસના સંબંધમાં 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રાને બે મહિના જેલમાં વિતાવ્યા બાદ મુંબઈ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. થોડા દિવસો પહેલા રાજ કુન્દ્રા તેની શિલ્પા શેટ્ટી સાથે હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ આ પ્રથમ વાર જાહેરમાં જોવા મળ્યો હતો. અગાઉ, બોમ્બે હાઈકોર્ટે પોર્નોગ્રાફી કેસના સંબંધમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાના આગોતરા જામીનની સુનાવણી 22 નવેમ્બર સુધી મુલતવી રાખી હતી.

‘મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે’
મુંબઈની કોર્ટે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાને 50,000ની રૂપિયાના જામીન પર જામીન આપ્યા છે. રાજ કુન્દ્રાએ તેમની અરજીમાં દાવો કર્યો હતો કે તેમને ‘બલિનો બકરો’ બનાવવામાં આવી રહ્યો છે. જામીનમાં તેણે દાવો કર્યો હતો કે પ્રોસિક્યુશન પાસે આજ સુધી એક પણ પુરાવા નથી કે જે તેને ‘હોટશોટ’ એપ સાથે કાયદા હેઠળના ગુના સાથે જોડે.

તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. બંને સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને 1.51 કરોડની માંગણી કરવામાં આવી હતી. શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ મામલે પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો : ફ્રાન્સના વડા પ્રધાન કોરોના સંક્રમિત, 75 ટકા વસ્તીને રસીકરણ પછી પણ કોરોનાના કેસ વધતા ચિંતા વ્યાપી

આ પણ વાંચો : Ramayana Circuit Train: સાધુ-સંતોની ચેતવણી બાદ IRCTCએ વેઈટરોના ભગવા ડ્રેસ બદલ્યા, હવે પહેરશે આવા કપડાં

Click on your DTH Provider to Add TV9 Gujarati