Raj Kundra Case Update: સચિન વાઝેને કારણે રાજ કુન્દ્રાની ધરપકડ રહી મુલતવી, જાણો સમગ્ર મામલો

|

Jul 21, 2021 | 2:22 PM

રાજ કુન્દ્રાનાં કેસમાં એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ત્યારે હાલ સામે આવ્યુ છે કે, સચિન વાઝેને કારણે રાજ કુન્દ્રાની ધરપકડ પાંચ મહિના માટે મુલતવી રાખવામાં આવી હતી.

Raj Kundra Case Update: સચિન વાઝેને કારણે રાજ કુન્દ્રાની ધરપકડ રહી મુલતવી, જાણો સમગ્ર મામલો
Raj Kundra (File Photo)

Follow us on

આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ (Mumbai police) દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈના જ માલવાની પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ અશ્લીલ રેકેટ(Porn Racket) અંગે રાજ કુન્દ્રા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj Kundra)વિશે મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ આ ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ તે સમયે સચિન વાજેને (Sachin Vaze) કારણે રાજ કુન્દ્રાની ધરપકડ કરાવામાં આવી નહોતી. જો કે હકીકતમાં આ સમય દરમિયાન અંબાણીના ઘર એન્ટિલિયાથી (Antilia) થોડે દુર જેલેટિન મળવાને કારણે પોલીસનું સમગ્ર ધ્યાન આ કેસ પર હતું.

મહત્વનું છે કે, એન્ટિલિયા અને મનસુખ હિરેનના (Mansukh Hiren) કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચને (Mumbai Crime Branch) ઘણું સહન કરવાનો વારો આવ્યો હતો. આ કેસ બાદ મુંબઈ પોલીસ કમિશ્નર (Police Commissioner) બદલી પણ કરવામાં આવી હતી અને શહેરમાં નવા કમિશનર (New Commissioner) આવતાની સાથે જ ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

નવા કમિશનરે પદ સંભાળતાંની સાથે જ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓની બદલી કરાવી હતી. જેમાં રાજ કુંદ્રાના કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી.

રાજ કુંદ્રાની ધરપકડમાં પાંચ મહિનાનો સમય લાગ્યો

મુંબઈ પોલીસના (Mumbai Police) બદલાવને કારણે સાક્ષીઓ અને પુરાવા હોવા છતાં રાજ કુંદ્રાની (Raj Kundra) ધરપકડ કરવામાં લગભગ 5 મહિનાનો સમય લાગ્યો હતો. આપને જણાવવું રહ્યું કે, અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં એસ્પ્લેનેડ કોર્ટે રાજ કુંદ્રાને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં (Police Custody) રાખવા માટે આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે મંગળવારે ક્રાઇમ બ્રાંચની ટીમ તેને જેલમાં લઈ જઇ રહી હતી ત્યારે તે ઘણો નિરાશ જોવા મળ્યો હતો.

એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં રાજ કુંદ્રાનું સંપૂર્ણ વ્યવસાયિક મોડલ (Business Model) બહાર આવવા જઇ રહ્યું છે, જેનાથી તે સ્પષ્ટ થઈ જશે કે તેઓ  ‘ગુપ્ત ધંધા’ છુપાવવા માટે કેવી રીતે લાંચનો ઉપયોગ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Raj Kundra Case: શિલ્પા શેટ્ટીના ગળે લટકતી તલવાર? મુંબઈ પોલીસ કરશે તપાસ! જાણો વિગત

આ પણ વાંચો:હિરોઈન બનવા આવેલી યુવતીઓને આ રીતે ફસાવતો હતો રાજ કુંદ્રા, રાજ અને બનેવી પ્રદીપ આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ!

Next Article