Bollywood News : આર. માધવનની Rocketryનું હિન્દી વર્ઝન પણ OTT પર રિલીઝ થયું છે, આ પ્લેટફોર્મ પર જોઈ શકશો ફિલ્મ

|

Jul 31, 2022 | 8:04 AM

ફિલ્મ વિશે આર. માધવને (R madhavan) કહ્યું કે, આ એક એવી વાર્તા છે જે આખી દુનિયાને બતાવવાની જરૂર છે. આ ફિલ્મ ટૂંક સમયમાં કલર્સ સિનેપ્લેક્સ (Rocketry the nambi effect) ચેનલ પર પણ પ્રસારિત થશે.

Bollywood News : આર. માધવનની  Rocketryનું હિન્દી વર્ઝન પણ OTT પર રિલીઝ થયું છે, આ પ્લેટફોર્મ પર જોઈ શકશો ફિલ્મ
Rocketry The Nambi Effect

Follow us on

આર. માધવન તેની ફિલ્મ Rocketry The Nambi Effectને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું નિર્દેશન બોલિવૂડ અભિનેતા આર. માધવને કર્યું છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 1 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનના જીવન પર આધારિત આ ફિલ્મ પહેલાથી જ દક્ષિણ ભાષાઓમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે. હવે આ ફિલ્મનું હિન્દી વર્ઝન પણ OTT પર રિલીઝ કરવામાં આવ્યું છે.

રોકેટરી આ OTT પર થઈ રિલીઝ

તમને જણાવી દઈએ કે, આર. માધવનની ફિલ્મ Rocketry The Nambi Effectનું હિન્દી વર્ઝન પણ ઓટીટી પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું હિન્દી વર્ઝન Voot Select પર રિલીઝ કરવામાં આવ્યું છે. અગાઉ આ ફિલ્મ દક્ષિણ ભારતીય ભાષાઓમાં OTT પર લોન્ચ થઈ ચૂકી છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર દક્ષિણ ભાષાઓમાં ઉપલબ્ધ છે. ફિલ્મના દિગ્દર્શન સાથે આર. માધવને પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પણ આર. માધવન પોતે લખી છે. આ ફિલ્મને દર્શકોએ પસંદ કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

માધવન ફિલ્મના હિન્દી વર્ઝનને લઈને ઉત્સાહિત છે

તમને જણાવી દઈએ કે આર. માધવન ફિલ્મના હિન્દી વર્ઝનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેતાએ કહ્યું કે તે OTT પર રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટના હિન્દી વર્ઝનના રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેણે આશા વ્યક્ત કરી છે કે, ઓટીટી પર હિન્દી વર્ઝન આવવાથી આ ફિલ્મ વધુ દર્શકો સુધી પહોંચશે. ફિલ્મ વિશે આર. માધવને કહ્યું કે, આ એક એવી વાર્તા છે જે આખી દુનિયાને બતાવવાની જરૂર છે. નોંધનીય છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ કલર્સ સિનેપ્લેક્સ ચેનલ પર પણ પ્રસારિત થશે.

તમને જણાવી દઈએ કે, ધીમી ગતિથી શરૂ થયેલી આ ફિલ્મને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. ફિલ્મને બે ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલા ભાગમાં જ્યાં પૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનના જીવનની ઉપલબ્ધિઓ કહેવામાં આવી છે. તો સાથે જ બીજા ભાગમાં તેને ષડયંત્રનો ભોગ બનતો બતાવવામાં આવ્યો છે, તેમજ તેની સાથે થયેલા અન્યાય અને અત્યાચારો પણ દર્શાવવામાં આવ્યા છે. OTT પર હિન્દી વર્ઝન આવવાથી દર્શકો તેને ઘરે બેઠા જોઈ શકશે.

Published On - 1:45 pm, Sat, 30 July 22

Next Article