Project K: દીપિકા પાદુકોણના સ્વાસ્થ્યને લઈને નિર્માતાએ આપી જાણકારી, કહ્યું ‘તે ઠીક છે, રૂટીન ચેકઅપ માટે ગઈ હતી હોસ્પિટલ’

|

Jun 20, 2022 | 9:32 PM

વૈજયંતી મૂવીઝ દ્વારા નિર્મિત અને નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત 'પ્રોજેક્ટ કે' (Project K) એક એક્શન ફિલ્મ છે. તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ સાથે દીપિકાનો આ પહેલો પ્રોજેક્ટ છે.

Project K: દીપિકા પાદુકોણના સ્વાસ્થ્યને લઈને નિર્માતાએ આપી જાણકારી, કહ્યું તે ઠીક છે, રૂટીન ચેકઅપ માટે ગઈ હતી હોસ્પિટલ
Deepika Padukone (File Image)
Image Credit source: File Image

Follow us on

હાલમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) હૈદરાબાદમાં તેની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નું (Project K) શૂટિંગ કરી રહી છે. હાલમાં જ આ અંગે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ઈન્ટરનેટ પર એવી અફવાઓ ચાલી રહી હતી, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે શૂટિંગની વચ્ચે દીપિકાની તબિયત બગડી ગઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ ફિલ્મના નિર્માતાએ તેમના સ્વાસ્થ્ય વિશે પુષ્ટિ આપી છે અને કહ્યું છે કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં દાખલ નથી

કેટલાક અહેવાલો અનુસાર દીપિકા પાદુકોણને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યા પછી મંગળવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવા અહેવાલો હતા કે જ્યારે તે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, ત્યારે તેને બેચેની લાગવાની ફરિયાદ કરી હતી. જો કે, ફિલ્મના નિર્માતાઓએ દીપિકાના સેટ પર બીમાર પડવાની અને તેને હોસ્પિટલ લઈ જવાની અફવાઓને ફગાવી દીધી હતી. તેણે કહ્યું કે તે માત્ર રૂટીન ચેકઅપ માટે જ હોસ્પિટલમાં ગઈ હતી.

‘પ્રોજેક્ટ કે’ના નિર્માતા અશ્વિની દત્તે કહ્યું છે કે દીપિકા પાદુકોણ આ દિવસોમાં હૈદરાબાદમાં નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે અને તેની તબિયત સંપૂર્ણપણે ઠીક છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તેની તબિયત ઠીક છે, ચિંતા કરવાની કોઈ વાત નથી. તાજેતરમાં જ તે કોવિડ-19માંથી સ્વસ્થ થઈ હતી, તેથી તે માત્ર રૂટિન ચેક-અપ માટે જ હોસ્પિટલમાં ગઈ હતી. તેણે એ પણ સ્પષ્ટતા કરી કે દીપિકાને કામીનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી ન હતી. તેણે આ સમાચાર માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું હતું.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

કોવિડ થયા પછી રૂટીન ચેક-અપ માટે હોસ્પિટલ ગઈ

ડેક્કન ક્રોનિકલ સાથેની વાતચીતમાં અશ્વિને જણાવ્યું કે ‘તેને કોવિડ થઈ ગયો હતો, ત્યારબાદ તે યુરોપ ચાલી ગઈ હતી. યુરોપથી પરત ફરી, તે સીધી જ ફિલ્મના સેટ પર આવી હતી. તેના બીપીમાં થોડી વધઘટ થઈ હતી, જો કે ત્યારબાદ બધું સામાન્ય છે તેની ખાતરી કરવા માટે તે નિયમિત પરીક્ષણ માટે એક કલાક માટે હોસ્પિટલમાં ગઈ.

તેણે આગળ કહ્યું કે ‘દીપિકા પાદુકોણ એક સાચી પ્રોફેશનલ હતી’. જો કે, ફિલ્મના નિર્માતાઓ અને યુનિટ તેને થોડો આરામ આપવા માંગતા હતા, જેના માટે એક દિવસનું પેક-અપ પણ કરવામાં આવ્યું હતું અને તે પછી જ કામ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. તેણે અમિતાભ સર સાથે ફરી શૂટિંગ શરૂ કર્યું. તેમનું સમર્પણ અદ્ભુત છે. તેણે એ પણ જણાવ્યું કે દીપિકા આ ​​ફિલ્મને એન્જોય કરી રહી છે. સવારે 7થી 11 વાગ્યા સુધી ફિલ્મનું નોન-સ્ટોપ શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

દીપિકાની ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ 2023માં રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે વૈજયંતી મૂવીઝ દ્વારા નિર્મિત અને નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ‘પ્રોજેક્ટ કે’ એક એક્શન ફિલ્મ છે. તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ સાથે દીપિકાનું આ પહેલું કોલાબોરેશન છે. આ ફિલ્મ આવતા વર્ષે 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની આશા છે. ‘પ્રોજેક્ટ કે’ સિવાય દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળશે.

Next Article