AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેખાથી લઈને વરુણ ધવન સુધીના આ સ્ટાર્સે પ્રિયંકા ચોપરાની સિરિઝ ‘Citadel’ના પ્રીમિયરમાં આપી હાજરી-જુઓ Video

Citadel Premiere : અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડેન આ દિવસોમાં તેમની આગામી સીરિઝ 'Citadel'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. મુંબઈમાં આ માટે એક પ્રીમિયર યોજવામાં આવ્યો હતો. જેમાં રેખાથી લઈને વરુણ ધવન સુધીના બોલિવૂડ અને OTTના દિગ્ગજ કલાકારો પહોંચ્યા હતા.

રેખાથી લઈને વરુણ ધવન સુધીના આ સ્ટાર્સે પ્રિયંકા ચોપરાની સિરિઝ 'Citadel'ના પ્રીમિયરમાં આપી હાજરી-જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 9:17 AM
Share

Priyanka Chopra Series Citadel : બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને હોલીવુડ અભિનેતા રિચર્ડ મેડેન તેમની આગામી સીરિઝ ‘સિટાડેલ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રિયંકા અને રિચર્ડ હાલમાં પ્રાઇમ વીડિયો પર રિલીઝ થનારી આ સિરીઝના પ્રમોશન માટે ભારતમાં છે. મુંબઈમાં તેના પ્રમોશન માટે સ્પેશિયલ પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. જ્યાં રેખાથી લઈને વરુણ ધવન, નોરા ફતેહીથી લઈને અનુભવ સિન્હા, નેહા ધૂપિયા અને ફિલ્મ જગતના જાણીતા કલાકારોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : Priyanka Chopra Work Mode: પ્રિયંકા ચોપરાનો નવો લૂક જોઈને ફેન્સ થયા હેરાન, મોં પર ઈજાઓ અને હોઠમાંથી નીકળતું લોહી, જાણો તસવીરનું સંપૂર્ણ સત્ય

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

એવરગ્રીન અભિનેત્રી રેખાએ સૌનું ધ્યાન ખેંચ્યું

ઈવેન્ટમાં પહોંચેલી એવરગ્રીન અભિનેત્રી રેખાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રેખા હંમેશની જેમ સિલ્ક સાડીમાં જોવા મળી હતી. પીઢ અભિનેત્રી રેખાએ બ્રાઉન સિલ્કની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રેખાએ પાપારાઝીને શાનદાર રીતે પોઝ આપ્યા હતા અને હાથ જોડીને અભિવાદન કર્યું. જ્યારે અભિનેતા વરુણ ધવન ખૂબ જ ફંકી આઉટફિટમાં જોવા મળ્યો હતો. તેણે બેગી પેન્ટ, બ્લેક ટી-શર્ટ અને બ્લુ ઓવરસાઈઝ સ્ટેટમેન્ટ જેકેટ પહેર્યું હતું.

‘સિટાડેલ’ના પ્રીમિયરમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી

ફિલ્મ નિર્માતાઓ મધુર ભંડારકર અને અનુભવ સિન્હાએ પણ સિટાડેલના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. જ્યારે અભિનેત્રીઓ અદિતિ રાવ હૈદરી, અનુષા દાંડેકર, ગુરફતેહ પીરઝાદા, હર્ષવર્ધન કપૂર, જીમ સરભ, સની લિયોન, રકુલ પ્રીત સિંહ, નેહા ધૂપિયા, અલી ફઝલ, સયાની ગુપ્તા, કુબ્બ્રા સૈત, નોરા ફતેહી, અનુષ્કા સેન, આયેશા શર્મા, નેહા શર્મા, સોફી ચૌધરી, નિખિલ દ્વિવેદી, પ્રાજક્તા કોલી, સાન્યા મલ્હોત્રા, શ્વેતા ત્રિપાઠી અને અનુભવ સિંહ બસ્સી જેવા સ્ટાર્સે પણ હાજરી આપી હતી.

દેશી ગર્લનો ગ્લેમરસ અવતાર

પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરાની સ્ટાઈલ બધાને આકર્ષિત કરી હતી. દેશી ગર્લ પ્રિન્ટેડ ટીલ ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી હતી. પ્રિયંકાએ થાઈ સ્લિટ ડ્રેસમાં રિચર્ડ સાથે જોરદાર પોઝ આપ્યો હતો. બંનેની કેમેસ્ટ્રી પણ શાનદાર લાગી રહી હતી. જ્યારે રિચાર્ડ ઓલ-બ્લેક સૂટમાં ડેપર દેખાતો હતો. સિટાડેલ 2 એ જાસૂસોની વાર્તા છે. જેઓ તેમની યાદશક્તિ ગુમાવે છે. બંને સિટાડેલ માટે કામ કરતા હતા. આ જાસૂસી સિરીઝ એમેઝોન પ્રાઇમ પર 28 એપ્રિલે રિલીઝ થશે. રુસો બ્રધર્સની આ સિરીઝનો એક ભાગ દર અઠવાડિયે રિલીઝ થશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">