અચાનક પ્રિયંકા પરિવાર સાથે ભારત આવી, આવવાનું કારણ બહેન પરિણીતી-રાઘવ ચઢ્ઢાની સગાઈ?

|

Mar 31, 2023 | 8:17 PM

Priyanka Chopra In India: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ફરી એકવાર ભારતમાં છે. એક્ટ્રેસને ભારતમાં અચાનક જોઈને લોકો અંદાજો લગાવી રહ્યા છે કે શું તે પરિણીતીની સગાઈમાં હાજરી આપવા આવી છે.

અચાનક પ્રિયંકા પરિવાર સાથે ભારત આવી, આવવાનું કારણ બહેન પરિણીતી-રાઘવ ચઢ્ઢાની સગાઈ?
Priyanka Chopra

Follow us on

બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ક્યારેય પોતાનો ફેમિલી ટાઈમ અને ફેમિલી ફંક્શનને મિસ કરતી નથી. પોતાના કામની સાથે સાથે એક્ટ્રેસ પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું ભૂલતી નથી. આવામાં ફરી એકવાર પ્રિયંકા ચોપરા ભારતમાં છે. આ વખતે પ્રિયંકા ચોપરાનું ભારત આવવું ખૂબ જ ચર્ચામાં છે. કારણ એક નહીં પણ અનેક છે. પહેલું કારણ એ છે કે પ્રિયંકાની સાથે તેની નાની દીકરી માલતી પણ પહેલીવાર ભારત આવી છે.

બીજું કારણ પણ બહુ ખાસ છે. એવું માનવામાં આવે છે કે પ્રિયંકા તેના પતિ નિક જોનસ અને પુત્રી માલતી સાથે તેની બહેન પરિણીતી ચોપરા અને આપ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈમાં સામેલ થવા માટે આવી છે. છેલ્લા ઘણા દિવસોથી દરેક જગ્યાએ સમાચાર ફેલાઈ રહ્યા છે કે ટૂંક સમયમાં પરિણીતી અને રાઘવ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અગાઉ એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે આ કપલની સગાઈ એપ્રિલ મહિનામાં થવાની છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સોશિયલ મીડિયા પર યુઝર્સ લગાવી રહ્યા છે અનુમાન

હવે આ સમાચારોએ આગ પકડી છે, જ્યારે પ્રિયંકા તેના પરિવાર સાથે ભારત આવી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચાર કદાચ સાચા છે. કારણ કે પ્રિયંકા ચોપરા પણ આ લગ્નમાં સામેલ થવા માટે આવ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે પ્રિયંકા અચાનક તેની બહેન પરિણીતી ચોપરાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા આવી છે.

આ પણ વાંચો : Viral Video: વિવાદો વચ્ચે ભારત પરત આવી પ્રિયંકા ચોપરા, પહેલીવાર માલતી આવી નાનીના ઘરે

આ સિવાય ત્રીજું કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ચોપરા તેની અપકમિંગ ફિલ્મ ‘જી લે જરા’ના શૂટિંગ માટે ભારત પરત ફરી છે. આ ફિલ્મમાં દેશી ગર્લ સિવાય કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે. થોડા દિવસો પહેલા ફરહાન અખ્તરે એક તસવીર શેયર કરીને જાણકારી આપી હતી કે તે ‘જી લે જરા’ માટે લોકેશન સર્ચ કરી રહ્યો છે. તો પ્રિયંકા ચોપરાનું ભારત આવવાનું કારણ તેની ફિલ્મ હોઈ શકે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article