AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modiએ લખેલું ‘ગરબા ગીત’ થયું રિલીઝ, કંગના રનૌતે આપી પ્રતિક્રિયા, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) ગરબા ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આવામાં કંગના રનૌતે (Kangana Ranaut) પીએમ મોદી દ્વારા લખેલા ગીતના વખાણ કર્યા છે અને કંગનાએ ગીતને સુંદર ગણાવ્યું છે. પીએમ મોદી દ્વારા લખાયેલ ગરબા ગીતનો વીડિયો ધ્વનિ ભાનુશાલીએ શેર કર્યો. આ સિવાય પીએમ મોદીએ ધ્વનિ ભાનુશાલી, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યુઝિકની ટીમનો આભાર માન્યો.

PM Modiએ લખેલું 'ગરબા ગીત' થયું રિલીઝ, કંગના રનૌતે આપી પ્રતિક્રિયા, જુઓ Video
Kangana Ranaut - PM Narendra ModiImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 11:32 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) ગરબા ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ લખેલા આ ખાસ ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બોલીવુડના સ્ટાર્સ પણ તેના વખાણ કરી રહ્યા છે. બોલિવુડની ક્વીન એક્ટ્રેસ કંગના રનૌતે (Kangana Ranaut) પણ પીએમ મોદી દ્વારા લખેલા ગીત પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે અને સુંદર ગીત લખવા બદલ તેમના વખાણ કર્યા છે.

કંગનાએ તેના એક્સ પ્લેટફોર્મ પર લખ્યું, ‘કેટલું સુંદર. અટલ જીની કવિતાઓ હોય કે નરેન્દ્ર મોદી જીના ગીતો/કવિતાઓ અને સ્ટોરી, સુંદરતા અને કલામાં ડૂબેલા આપણા હીરોને જોવું હંમેશા હૃદયસ્પર્શી હોય છે. #Navratri2023Garba બધા કલાકારો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.

(Tweet: Kangana Ranaut Twitter)

ધ્વનિ ભાનુશાલીએ શેર કર્યો પીએમ મોદી દ્વારા લખાયેલ ગરબા ગીત

તમને જણાવી દઈએ કે આ પહેલા સિંગર ધ્વનિ ભાનુશાલીએ પોતાના એક્સ એકાઉન્ટ પર પીએમ મોદી દ્વારા લખેલા ગરબા ગીતનો મ્યુઝિક વીડિયો શેર કર્યો છે. આ સાથે ધ્વનિએ લખ્યું છે કે ‘પ્રિય નરેન્દ્ર મોદીજી, તનિષ્ક બાગચી અને મને તમારા દ્વારા લખાયેલા ગરબા ખૂબ જ ગમ્યા અને અમે એક લય, ક્રિએશન અને ટેસ્ટ સાથે ગીત બનાવવા માગીએ છીએ. જસ્ટ મ્યુઝિકે અમને આ સોન્ગ અને વીડિયોને જીવંત બનાવવામાં મદદ કરી.

(Tweet: Dhvani Bhanushali Twitter)

પીએમ મોદીએ ટીમનો આભાર માન્યો

ધ્વનિ ભાનુશાલીની પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું હતું છે કે ‘ધ્વનિ ભાનુશાલી, તનિષ્ક બાગચી અને જસ્ટ મ્યુઝિકની ટીમનો આભાર. ગરબાની આ સુંદર રજૂઆત માટે મેં વર્ષો પહેલા લખી હતી! તે ઘણી બધી યાદો તાજી કરે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં હું એક નવો ગરબો લખવામાં સફળ રહ્યો, જે હું નવરાત્રી દરમિયાન શેર કરીશ.

(Tweet: Narendra Modi Twitter)

આ ફિલ્મોમાં જોવા મળશે કંગના રનૌત

કંગનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘તેજસ’માં જોવા મળશે. તેની ફિલ્મ 27 ઓક્ટોબરે રિલીઝ માટે તૈયાર છે. આ પછી તે આ વર્ષે 24 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ઈમરજન્સી’માં જોવા મળશે.

આ પણ વાંચો: ટાઈગર શ્રોફે રેમો ડિસોઝાની કાર સાથે કર્યો સ્ટંટ, સ્કેટિંગ કરતો જોઈને ફેન્સના શ્વાસ થયા અધ્ધર, જુઓ Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">