PM Modi Biopic: વડાપ્રધાન મોદી પર બનશે વધુ એક બાયોપિક, આ મેગાસ્ટાર કરશે લીડ રોલ

|

Jul 21, 2023 | 7:37 PM

નિર્માતા પ્રેરણા અરોરા 'ટોયલેટ એક પ્રેમ કથા' અને 'પરી' જેવી ફિલ્મો માટે પ્રખ્યાત છે. સમાચાર અનુસાર પ્રેરણા પીએમ મોદી પર બાયોપિક બનાવવા માંગે છે. કારણ કે તે ભારતમાં સૌથી 'ગતિશીલ, સુંદર અને સક્ષમ' વ્યક્તિ છે અને તે તેના કરતા મોટા હીરો વિશે વિચારી પણ શકતી નથી.

PM Modi Biopic: વડાપ્રધાન મોદી પર બનશે વધુ એક બાયોપિક, આ મેગાસ્ટાર કરશે લીડ રોલ

Follow us on

PM Modi Biopic: પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) પર વધુ એક ફિલ્મ બનવાના સમાચાર સામે આવ્યા છે, ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) મુખ્ય ભૂમિકામાં હોવાની ચર્ચા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ બની છે. હવે ફરી એકવાર પીએમ મોદીની બાયોપિકને મોટા પડદા પર લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રોડ્યુસર પ્રેરણા અરોરા હવે પીએમ મોદીની બાયોપિકનું પ્લાનિંગ કરી રહી છે.

નિર્માતા પ્રેરણા અરોરા ‘ટોયલેટ એક પ્રેમ કથા’ અને ‘પરી’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત છે. સમાચાર અનુસાર પ્રેરણા પીએમ મોદી પર બાયોપિક બનાવવા માંગે છે. કારણ કે તે ભારતમાં સૌથી ‘ગતિશીલ, સુંદર અને સક્ષમ’ વ્યક્તિ છે અને તે તેના કરતા મોટા હીરો વિશે વિચારી પણ શકતી નથી. એટલું જ નહીં, પ્રેરણા આ બાયોપિક માટે અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવા માંગે છે. તેનું માનવું છે કે આ રોલ માટે તેના કરતાં વધુ સારું કોઈ ન હોઈ શકે.

આ પણ વાંચો: Breaking News: વિવેક ઓબેરોયની સાથે 1.55 કરોડ રૂપિયાની થઈ છેતરપિંડી, ત્રણ લોકો સામે નોંધાયો કેસ

રંગીલા રાજકોટમાં ચોમાસામાં ફરવા લાયક છે આ સ્થળ, જુઓ ફોટો
ચોમાસામાં ખરતા વાળથી છૂટકારો અપાવશે આ ઘરેલું ઉપાય
કેટલા ટેમ્પ્રેચર પર ચલાવવું જોઈએ Fridge ? જો આ ભૂલ કરી તો અંદર રાખેલો ખોરાક બગડી જશે
'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા, વાયરલ થયો વીડિયો
નીતા અંબાણીના 4 હીરો, જેણે ભારતને જીતાડ્યો T20 વર્લ્ડ કપ
આજનું રાશિફળ તારીખ 30-06-2024

પ્રેરણા એ પણ કહે છે કે દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીના જીવનના ઘણા પાસાઓ તેમની બાયોપિકમાં સામેલ કરવામાં આવશે. જેમાં મોટાપાયા પર વિદેશ નીતિને અનુસરવાથી લઈને આર્થિક વિકાસ લાવવા, કોવિડ-19 મહામારી અને રસીના વિતરણનો સમાવેશ કરવામાં આવશે. આ પહેલા અભિનેતા વિવેક ઓબેરોય પણ સ્ક્રીન પર પીએમ મોદીનો રોલ કરી ચૂક્યો છે.

જો કે, જ્યારે પ્રેરણાને કહેવામાં આવ્યું કે પીએમ મોદી પર બાયોપિક બની ચૂકી છે તો તેણે કહ્યું કે તેણે તે ફિલ્મ જોઈ નથી, પરંતુ તેણે કહ્યું કે તે તેની ફિલ્મ દ્વારા પીએમ મોદી અને તેમની વાર્તા સાથે સંપૂર્ણ ન્યાય કરશે. તમને જણાવી દઈએ કે, વિવેક ઓબેરોયની ફિલ્મને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ પીએમ મોદીની નવી બાયોપિકમાં પ્રેરણા શું બતાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article