AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિવેક ઓબેરોયની સાથે 1.55 કરોડ રૂપિયાની થઈ છેતરપિંડી, ત્રણ લોકો સામે નોંધાયો કેસ

વિવેક ઓબેરોય (Vivek Oberoi) સાથે તેના જ બિઝનેસ પાર્ટનર્સ દ્વારા 1.55 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. એક્ટરે આ અંગે મુંબઈ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. એક્ટરનો આરોપ છે કે તેને એવી કંપનીમાં રોકાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું જે ફિલ્મો બનાવશે અને ઈવેન્ટ્સનું આયોજન કરશે. પરંતુ આવું ન થયું.

Breaking News: વિવેક ઓબેરોયની સાથે 1.55 કરોડ રૂપિયાની થઈ છેતરપિંડી, ત્રણ લોકો સામે નોંધાયો કેસ
| Updated on: Jul 21, 2023 | 6:20 PM
Share

બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોય (Vivek Oberoi) સાથે કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. એવો આરોપ છે કે વિવેકના બિઝનેસ પાર્ટનરોએ તેની સાથે 1.55 રૂપિયાની છેતરપિંડી કરી હતી. વિવેક ઓબેરોયે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. જાણો તમામ મામલે શું છે.

વિવેક ઓબેરોય સાથે ત્રણ શખ્સો દ્વારા કરવામાં આવી છેતરપિંડી

બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોય સાથે ત્રણ શખ્સો દ્વારા કથિત રીતે રૂ. 1.55 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમણે તેને એક ઈવેન્ટ અને ફિલ્મ પ્રોડક્શન ફર્મમાં સારા વળતરનું વચન આપવાનું કહ્યું હતું, પરંતુ તેને નાણાંનો ઉપયોગ પોતાના હેતુ માટે કર્યો હતો, પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ નોંધાય ફરિયાદ

બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોયના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે અંધેરી પૂર્વના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ બુધવારે આ ઘટના સામે આવી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદ મુજબ ફિલ્મ પ્રોડ્યુસર સહિત ત્રણેય આરોપીઓ એક્ટરના બિઝનેસ પાર્ટનર હતા અને તેમને તેને એક ઈવેન્ટ અને ફિલ્મ પ્રોડક્શન ફર્મમાં નાણાં રોકવા કહ્યું હતું.

આ કલમો હેઠળ કેસ નોંધ્યો કેસ

પોલીસે જણાવ્યું હતું કે બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોયે પ્રોજેક્ટમાં રૂ. 1.55 કરોડનું રોકાણ કર્યું હતું પરંતુ આરોપીઓએ રોકાણ કરેલા નાણાંનો ઉપયોગ પોતાના હેતુઓ માટે કર્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે એક્ટરની પત્ની પણ ફર્મમાં ભાગીદાર હતી. ભારતીય દંડ સંહિતાની કલમ 34 (સામાન્ય હેતુ), 409 (વિશ્વાસનો ફોજદારી ભંગ), 419 (ઢોંગ દ્વારા છેતરપિંડી) અને 420 (છેતરપિંડી) હેઠળ ત્રણેય વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: Project Kના અસલી નામનો થયો ખુલાસો, પ્રભાસ, દીપિકા અને અમિતાભને એકસાથે જોઈને યુઝર્સે કહ્યું- બ્લોકબસ્ટર, જુઓ- VIDEO

આ ફિલ્મમાં જોવા મળ્યો હતો વિવેક ઓબેરોય

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલિવુડ એક્ટર વિવેક ઓબેરોય છેલ્લે ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">