AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: આલિયા ભટ્ટની તસ્વીરમાં દેખાતી ફોટોફ્રેમની ચર્ચા ચારેતરફ, જાણો શું છે આ ફોટોફ્રેમમાં

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે હવે તેમના સંબંધોને લગભગ સાર્વજનિક કરી દીધા છે, આલિયા ભટ્ટ રણબીર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાવા જઈ રહી છે. જોકે તાજેતરમાં બંને એક તસ્વીરને લઈને ચર્ચામાં છે.

Viral: આલિયા ભટ્ટની તસ્વીરમાં દેખાતી ફોટોફ્રેમની ચર્ચા ચારેતરફ, જાણો શું છે આ ફોટોફ્રેમમાં
Ranbir Kapoor kissing alia bhatt viral image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 9:22 AM
Share

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (alia bhatt) અને રણબીર કપૂર (ranbir kapoor) વચ્ચે પ્રેમની ચર્ચા લાંબા સમયથી અહેવાલોમાં છે. રણબીર અને આલિયાએ પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્વીકારી પણ લીધો છે. ખાસ વાત એ છે કે ફેન્સ પણ રણબીર અને આલિયાને સાથે જોવાનું પસંદ કરે છે. તાજેતરમાં, રણબીર અને આલિયાની એક રોમેન્ટિક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ખરેખરમાં વાત એમ છે કે આલિયા ભટ્ટનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે પોઝ આપતી જોવા મળી રહી છે. પરંતુ આ ફોટા પાછળની એક ફ્રેમે દરેકનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે. આ ફ્રેમવાળા ફોટામાં રણબીર કપૂર તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યો છે.

રણબીરે આલિયાને કરી કિસ

આ કપલનો જે ફોટો સામે આવ્યો છે તે બ્લેક એન્ડ વ્હાઈટ છે, જેમાં આલિયા ભટ્ટે જેકેટ પહેર્યું છે અને ઘૂંટણની લંબાઈના જૂતા પહેર્યા છે અને રણબીર કપૂર તેને પાછળથી કિસ કરી રહ્યો છે. આલિયાના ગાલ પર રણબીર કિસ કરી રહ્યો છે, જ્યારે આલિયા આ રોમેન્ટિક ક્ષણમાં કેમેરા તરફ જોતી જોવા મળે છે.

Ranbir Kapoor kissing alia bhatt viral image (1)

Ranbir Kapoor and alia bhatt viral image

ફોટો સામે આવ્યા પછી, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમની આ તસ્વીર રણથંભોર નેશનલ પાર્ક વખતની લાગે છે, જ્યાં બંને તેમના પરિવાર સાથે નવા વર્ષને વેલકમ કરવા ગયા હતા. આ પ્રસંગે સોની રાઝદાન, શાહીન ભટ્ટ, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂર પણ જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે દરેક જણ તેમના લગ્નની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષે લગ્ન કરશે. રણબીર પોતે ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યો છે કે કોવિડને કારણે બંનેના લગ્ન મોડા થયા છે. હવે બંને ટૂંક સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન મહત્વની ભૂમિકા ભજવશે.

ગંગુબાઈ પાસે ફિલ્મો છે

આલિયા ભટ્ટ પાસે અત્યારે ઘણી સારી ફિલ્મો છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ પાસે આ સમયે ગંગુબાઈ કાઠિયાવાડી, આરઆરઆર, ડાર્લિંગ અને રાની કી પ્રેમ કહાની જેવી મહાન ફિલ્મો છે, જેના દ્વારા તે ધમાલ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: 500 કરોડની રામાયણ ફિલ્મમાંથી મહેશબાબુનું પત્તું કટ, Ranbir Kapoor કરશે પ્રભુ રામનો રોલ! જાણો કારણ

આ પણ વાંચો: Bell Bottom Collection Day 1: થિયેટરમાં ના ચાલ્યો અક્ષય કુમારનો જાદુ! જાણો પહેલા દિવસની કમાણી

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">