‘Code Name Tiranga’ ટીઝર થયું રિલીઝ, દુશ્મનો પર ગોળીઓ ચલાવતી જોવા મળી પરિણીતી ચોપરા

|

Sep 22, 2022 | 7:29 PM

હાલમાં જ પરિણીતી ચોપરાએ (Parineeti Chopra) ફરી એકવાર બોલિવૂડમાં જબરદસ્ત કમબેક કર્યું છે. તેની અપકમિંગ ફિલ્મ કોડ નેમ તિરંગાનું (Code Name Tiranga) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ખૂબ જ જોરદાર છે.

‘Code Name Tiranga’ ટીઝર થયું રિલીઝ, દુશ્મનો પર ગોળીઓ ચલાવતી જોવા મળી પરિણીતી ચોપરા
Parineeti New Flim

Follow us on

પરિણીતી ચોપરા (Parineeti Chopra) ઘણા સમયથી બોલિવૂડથી દૂર રહી હતી. ત્યારબાદ હવે ફરી એકવાર પરિણીતી ચોપરા ઈન્ડસ્ટ્રીમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. સિનેમામાં થોડા સમયની આ ગેપ બાદ પરિણીતિની જોરદાર સ્ટાઈલ જોવા મળશે. તે પોતાના ફેન્સ માટે એક જબરજસ્ત ટ્રેલર સાથે પરત ફરી છે. બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા હાલમાં તેની અપકમિંગ ફિલ્મ કોડ નેમ તિરંગાને (Code Name Tiranga) લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે ખૂબ જ જોરદાર છે.

પરિણીતી ચોપરાની અપકમિંગ ફિલ્મ ‘કોડ નેમ તિરંગા’નું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરમાં એક્ટ્રેસનો આટલો દમદાર અવતાર તેના ફેન્સે ભાગ્યે જ જોયો હશે. ટીઝર વીડિયોમાં પરિણીતી સિવાય સિંગર એક્ટર હાર્ડી સંધુ પણ ચાર્મિંગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેના ચહેરા પરની કિલર સ્માઈલે લોકોના દિલ જીતી લીધા છે. હાથમાં બંદૂક અને દુશ્મનો પર ગોળીઓ વરસાવતી પરિણીતિ ચોપરા પરથી નજર હટાવી શકતી નથી. વીડિયોમાં તે ઈન્ટેન્સ લુક સાથે ઘાયલ અવસ્થામાં જોવા મળી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીં જુઓ ટ્રેલર

રો એજન્ટની ભૂમિકામાં છે પરિણીતી

આ ફિલ્મની સ્ટોરી સ્પાય થ્રિલર લવ સ્ટોરી પર આધારિત હશે, જેમાં પરિણીતી રો એજન્ટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને રિભુ દાસગુપ્તાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મનું નિર્દેશન ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારે કર્યું છે. ફિલ્મમાં પરિણીતી-હાર્ડી સિવાય શરદ કેલકર, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, શિશિર શર્મા, સબ્યસાચી ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

ફિલ્મ ઉંચાઈમાં પણ મળશે જોવા

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો પરિણીતી પાસે તેની અપકમિંગ ફિલ્મ કોડ નેમ તિરંગા સિવાય અન્ય ઘણા પ્રોજેક્ટ્સ છે. તે સૂરજ બડજાત્યાના નિર્દેશન બનેલી ફિલ્મ ઉંચાઈમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, અનુપમ ખેર, નીના ગુપ્તા, સારિકા અને ડેની ડેન્ઝોંગપા સાથે સ્ક્રીન શેયર કરતી જોવા મળશે.

Next Article