આરાધ્યા નારાજ થતાં આ રીતે મનાવે છે અમિતાભ બચ્ચન, પૌત્રીને આપે છે આ ખાસ ગિફ્ટ

કેબીસીમાં આવેલી વૈષ્ણવીએ અમિતાભને તેની પૌત્રી આરાધ્યાને લગતો સવાલ પૂછ્યો કે તમે તમારી પૌત્રી સાથે કેટલો સમય વિતાવો છો? જેના પર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ખૂબ જ ફની જવાબ આપ્યો.

આરાધ્યા નારાજ થતાં આ રીતે મનાવે છે અમિતાભ બચ્ચન, પૌત્રીને આપે છે આ ખાસ ગિફ્ટ
Aaradhya Bachchan and Amitabh Bachchan
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 22, 2022 | 6:22 PM

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ઈન્ડસ્ટ્રીના એવા કલાકારોમાંથી એક છે, જેમને લોકોના પ્રેમ અને સપોર્ટની કોઈ કમી નથી. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જેટલા પોતાના કામ માટે જાણીતા છે તેટલા જ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટર લોકોના ફેવરિટ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિને લઈને ચર્ચામાં છે. કેબીસીનો લેટેસ્ટ એપિસોડ બિગ બી માટે ખૂબ જ ખાસ હતો. તમને જણાવી દઈએ કે આ વખતે તેમની સામે એક આવેલી 20 વર્ષની સ્પર્ધકે તેમને તેની પૌત્રી આરાધ્યા (Aaradhya Bachchan) સાથે સંબંધિત એક ખાસ સવાલ પૂછ્યો.

તમને જણાવી દઈએ કે કેબીસી સીઝન 14ના લેટેસ્ટ એપિસોડમાં અમિતાભ બચ્ચને એક મજબૂત સ્પર્ધકનો સામનો કર્યો હતો. 20 વર્ષની વૈષ્ણવી કુમારી તેની સામે હોટ સીટ પર જોવા મળી હતી. પરંતુ આ એપિસોડને સ્પેશિયલ બનાવવાનું કારણ બિગ બીના સવાલો નહીં, પરંતુ વૈષ્ણવીના સવાલો હતા. હોટ સીટ પર બેસતાની સાથે જ વૈષ્ણવીને અમિતાભ સવાલ પૂછે તે પહેલા જ તેને સવાલ કર્યો. જેનો અમિતાભે પણ ખૂબ જ ફની અંદાજમાં જવાબ આપ્યો હતો.

વૈષ્ણવીએ અમિતાભ બચ્ચનને સવાલ પૂછ્યો હતો કે તમે તમારી પૌત્રી આરાધ્યા બચ્ચન સાથે કેટલો સમય વિતાવો છો? આના જવાબમાં તેણે કહ્યું કે તે આરાધ્યા સાથે વધુ સમય વિતાવી શકતો નથી, પરંતુ તેના બદલામાં તેનું વળતર ખૂબ જ સુંદર રીતે આપે છે.

આ કારણે નથી આપી શકતા પૌત્રીને સમય

વધુમાં બિગ બીએ કહ્યું કે હું સવારે 7-7:30 વાગ્યે કામ માટે નીકળી જાઉં છું, તેના કારણે હું આરાધ્યાને ઓછો સમય આપી શકું છું. આરાધ્યા 8 વાગ્યે તેની શાળાએ જાય છે. તે પછી તે 3-4 વાગ્યે ઘરે પાછી આવે છે અને તેનું હોમવર્ક કરે છે. પછી તેની માતા કોઈ કામ કહે છે, તે કરે છે. હું ઘરે પહોંચું ત્યારે 10-11 વાગી ગયા હતા. ત્યાં સુધી તે સૂઈ જાય છે. પરંતુ આ સિવાય બિગબીએ એ પણ શેયર કર્યું કે જ્યારે આરાધ્યા ગુસ્સે થાય છે તો તે તેને કેવી રીતે મનાવે છે.

ચોકલેટ મળતાં જ ખુશ થઈ જાય છે આરાધ્યા

તમને જણાવી દઈએ કે જ્યારે પૌત્રી ગુસ્સામાં હોય છે, ત્યારે તેના દાદા અમિતાભ બચ્ચન તેની સાથે રમે છે. પોતાની સાથે આરાધ્યાના બોન્ડને શેયર કરતા અમિતાભ બચ્ચને કહ્યું કે જ્યારે તેમની પૌત્રી રવિવારે ફ્રી હોય છે અને જ્યારે તેમને રજા હોય છે, ત્યારે તે તેની સાથે સમય પસાર કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે આરાધ્યા તેમની પર ગુસ્સે થાય છે, ત્યારે તે તેણે મનાવવા માટે ચોકલેટ આપે છે. આ સિવાય એક મહિલાના હેડબેન્ડ તરફ ઈશારો કરતા બિગ બીએ કહ્યું કે પિંક કલર આરાધ્યાનો ફેવરિટ કલર છે. તેથી તે આરાધ્યાને પિંક કલરનું હેડબેન્ડ અને ક્લિપ્સ આપે છે. જેના કારણે તેનો ગુસ્સો તરત શાંત થઈ જાય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati